Home Gujarat Unbearable Torture By In Laws Married Woman Commits Suicide In Ahmedabads Khadiya

સાસરિયાઓનો અસહ્ય ત્રાસ : અમદાવાદના ખાડિયામાં પરિણીતાએ મોત વ્હાલુ કર્યું

સાસરિયાઓનો અસહ્ય ત્રાસ
Published by: OBS Bureau
Last Updated: May 02, 2025, 06:26 AM IST

મૂળ રાજસ્થાનની રહેવાસી અને અમદાવાદના ખાડિયા વિસ્તારમાં સાસરીમાં રહેતી 28 વર્ષીય મોહિની પ્રજાપતિએ સતત સાસરીય ત્રાસથી તંગ આવીને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ગંભીર ઘટના સામે આવતા વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે.

મોત પહેલાં મોહિનીએ એક ભાવુક વીડિયો બનાવી સમાજના ગ્રુપમાં શેર કર્યો હતો. વીડિયોમાં તેણે પતિ અને સાસરી પક્ષ તરફથી થતા ત્રાસ વિશે ખુલાસો કર્યો હતો. મોહિનીએ કહ્યું હતું કે, "ઘરમાં દરેક વ્યક્તિ મને ત્રાસ આપે છે, કોઇને પણ મારી પડખે ઊભા રહેવાનું મન નથી, સાસૂ, નણંદ અને પતિથી મને અત્યારે ત્યાં સુધી તકલીફ આપવામાં આવી છે કે હવે જીવવા જેવું રહ્યું નથી."

વિડિયોમાં કર્યો ખુલાસો:
મોહિનીના વીડિયો અનુસાર, તેના પતિ તેને “ગમતી નથી” એવી વાતો કરીને અવગણતા હતા. નણંદે તેને કહ્યું કે જો તને છૂટાછેડા લેવાના હોય તો પહેલા બાળક પેદા કર અને પછી રિશ્તો તોડી દે. આ વાત મોહિનીને અત્યંત લાગેલી.

પોલીસે નોંધ્યો ગુનો, તપાસ શરૂ
આ અંગે ખાડિયા પોલીસ સ્ટેશનમાં મોહિનીના પતિ ભરત પ્રજાપતિ, સાસુ લક્ષ્મીબેન, જેઠ મોહન અને હિતેશ તથા નણંદ વિદ્યા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ વિભાગે ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.

લગ્ન અને પરિવારીક પૃષ્ઠભૂમિ:

મોહિનીના લગ્ન 2022માં ખાડિયામાં શ્રીજી રેસિડેન્સી ખાતે રહેતા ભરત પ્રજાપતિ સાથે "સાટા પેટે" થયા હતા.

લગ્નના ત્રણ મહિના બાદથી મોહિની પર ત્રાસ શરૂ થયો હતો.

અગાઉ પણ ભરતના એક લગ્ન થયેલા હતા, જેમાં પત્નીનું મૃત્યુ થયું હતું. મોહિની તેના બીજા લગ્ન હતા.

તહેવારના દિવસો પણ મોહિની માટે દુઃખદ સાબિત થયા હતા. ધનતેરસ અને દિવાળીના દિવસે ઘરમાં ઝઘડા થયા હતા અને મોહિનીને પિયર મોકલી દેવામાં આવી હતી.

મૃતકના પરિવારની માંગ:
મોહિનીના પરિવારે દુખ વ્યક્ત કરી અને કડક કાર્યવાહીની માંગ કરી છે. તેઓ કહે છે કે, મોહિની સમજીને જીવતી રહી પણ સાસરીએ એને જીવવા દીધું નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now