ગુજરાતની 111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનું રાજકીય ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. Election Commission of India દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની નિર્ધારિત સમય મર્યાદા આજે પૂર્ણ થઈ છે. આ પ્રક્રિયાના અંતે હવે કુલ 6 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં બાકી રહ્યા છે, જેમના વચ્ચે આગામી 23.04.2026 ના રોજ ચૂંટણી જંગ જામશે.
ચૂંટણી મેદાનમાં રહેલા હરીફ ઉમેદવારોની યાદી
ચૂંટણી અધિકારી દ્વારા તમામ માન્ય ઉમેદવારોના ફોર્મની ચકાસણી બાદ તેમને ચૂંટણી ચિહ્નોની ફાળવણી કરી દેવામાં આવી છે. મુખ્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોની વિગત નીચે મુજબ છે:
ભૃગુરાજસિંહ ચૌહાણ: Indian National Congress
હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર: Bharatiya Janata Party
મૌલિકભાઈ વિનુભાઈ શાહ: ભારતીય નેશનલ જનતા દળ
જીતેશકુમાર સેવક: અપક્ષ
નિરૂપાબેન માધુ: અપક્ષ
મહેન્દ્રભાઈ પરમાર: અપક્ષ
ઓનલાઈન જોઈ શકાશે ઉમેદવારોના સોગંદનામા
પારદર્શિતા જાળવી રાખવા માટે ચૂંટણી પંચના નિયમ અનુસાર તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ સાથે Affidavit (ફોર્મ-26) રજૂ કર્યા છે. આ સોગંદનામા ફોર્મ જમા થયાના 24 કલાકની અંદર Chief Electoral Officer ની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવશે. કોઈપણ નાગરિક https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિંક પર જઈને આ વિગતો મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે આ બેઠક માટે 30 માર્ચના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. હવે આગામી 23 એપ્રિલે યોજાનારા મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.





