Umargam Shed Collapse: વાપીના ઉમરગામ GIDમાં આવેલી જીબી પેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક ગંભીર દુર્ઘટના બની છે. પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ બનાવતી આ કંપનીમાં અચાનક લોખંડનો શેડ તૂટી પડતાં 9 શ્રમિકો દબાઈ ગયા હતા. શેડ પર મોટી સંખ્યામાં પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગો મૂકવામાં આવી હોવાથી, ભારના કારણે શેડ પડયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
ઉમરગામ GIDCમાં મોટી દુર્ઘટના
દૂર્ઘટના બાદ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. શેડ નીચે દબાયેલા દરેક લોકોને બહાર નીકાળ્યા છે. શેડ નીચે દબાયેલા 9 શ્રમિકોમાં મનમહેન્દ્ર દાસ, શુભમ કુસ્વાહ, અમરનાથ સરોજ, શુભ લાડ, સુરેન્દ્ર બેહેરિયા, સાજીદ ખાન, વિકાસ ચૌધરી અને ભાવિન જોશીના નામ જાણવા મળ્યા છે. આ પૈકી એક કર્મચારીનું દુર્ભાગ્યવશ ઘટનાસ્થળે મોત નીપજ્યું છે, જ્યારે અન્ય લોકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસ ટીમ ઘટનાસ્થળે
આ દુર્ઘટનાને લઈ જીબી પેક પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યાં છે. હાલ તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે કે, શેડ પડવાનું સાચું કારણ શું હતું અને કંપનીમાં શ્રમસુરક્ષા નિયમો પાલન થયા હતા કે નહીં. ઘટનાને પગલે ઉમરગામ પોલીસ મથકના પી.આઇ સહિતની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી
કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યાં: કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યાં


_756b0d9c-7a69-477a-92ee-764279e8d0c7.jpg)



