Home Gujarat U S Lawyer Hired By Families Of Ahmedabad Plane Crash Victims

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ‘બોઇંગ કંપની’ સામે કેસ! : અમેરિકન વકીલે ઘટનાસ્થળની લીધી મુલાકાત

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ‘બોઇંગ કંપની’ સામે કેસ!
Published by: OBS Bureau
Last Updated: Aug 10, 2025, 06:19 AM IST

12 જૂનના રોજ એર ઇન્ડિયાના ભયાનક વિમાન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા 65 પરિવારોએ કાનૂની લડાઈ લડવાનો નિર્ણય લીધો છે. પરિવારોએ કપિલ સિબ્બલ કે અભિષેક મનુ સિંઘવીને તેમના વકીલ તરીકે નિયુક્ત કર્યા નથી, પરંતુ તેના બદલે તેમણે અમેરિકા સ્થિત અગ્રણી કાયદાકીય વકીલ માઇક એન્ડ્રુઝને પસંદ કર્યા છે. જેઓ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને પછી વડોદરા શહેરમાં કેટલાક પીડિત પરિવારોને મળ્યા હતા.


વકીલ માઇક એન્ડ્રુઝે શું કહ્યું?

વકીલ એન્ડ્રુઝે કહ્યું હતું કે, જે પરિવારોએ અમેરિકન કાયદાકીય પેઢીનો સંપર્ક કર્યો છે તેઓ જાણવા માંગે છે કે અકસ્માતનું સાચું કારણ શું હતું અને હવે તેમની પાસે કયા વિકલ્પો છે? તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર તેમજ કોકપીટ વોઈસ રેકોર્ડરનો ડેટા જાહેર કરવામાં આવે, જેથી વકીલો અને નિષ્ણાતો તેનું વિશ્લેષણ કરી શકે અને કાનૂની વિકલ્પો પર વિચાર કરી શકે.


માઈક વડોદરા અને દીવ પણ જશે

તપાસ માટે ભારત આવેલા માઈક વડોદરા પછી સુરત અને પછી દીવ મલાકાત લેશે, જ્યાં તેઓ અન્ય પરિવારોને પણ મળશે, જેમણે આ મામલાને આગળ વધારવા માટે સંમતિ આપી છે. પ્રવાસના અંતે તેઓ અમદાવાદ પણ જશે અને પીડિતોના પરિવારોને મળશે. 12 જૂનના રોજ એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 171, અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરી હતી. થોડા સમય પછી, વિમાન મેડિકલ હોસ્ટેલ સંકુલમાં ક્રેશ થયું. વિમાનમાં આગ લાગી ગઈ, વિમાનમાં આગ લાગી ગઈ, જેમાં 242 લોકોમાંથી 241 લોકો અને અન્ય 19 લોકો માર્યા ગયા, જેમાં ચાર મેડિકલ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે..

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now