ભુજના ખાવડા પંથકના રણકાંધીએ આવેલા એક ગામના યુવકોનું ટોળું બે યુવકોને તાલીબાની સજા આપ્યોનો વીડિયો વાયરલ થયો છે. નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યોનો વીડિયો સામે આવ્યો છે. જેના પગલે ભારે ચકચાર મચી ગઈ છે.
તાલિબાની સજા
સૂત્રો પાપ્ત વિગતો મુજબ ગામની એક છોકરી જોડે બંને યુવકો પકડાયાં બાદ સમાજના યુવકોએ બંનેને તાલિબાની સજા આપી હતી. વીડિયોના માધ્યમથી જાણવા મળે છે કે, ગામના સીમાડે કોઈ ખેતરમાં બંનેને જમીન પર ઉંઘાડી આ પ્રકારનો માર મારવામાં આવી રહ્યો છે, એટલું જ નહી બંનેના માથાં ટકલાં કરી દેવાયા છે, સાથો સાથ જે બંને યુવકોની મૂછો પણ કાપી દેવાયી અને દાઢી પણ કાપી દેવાયી હતી.
મામલો ચર્ચાનો વિષય
મારથી અતિશય દાહથી યુવક તુરંત ઉભો થવા જાય છે તો તેને ફરી નીચે પાડી દેવાય છે. મામલો હજુ પોલીસ ચોપડે ચઢ્યો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ ગામની વાત ગામમાં જ દબાઈ જાય તે માટે પ્રયાસો ચાલી રહ્યાં છે. જો કે, વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.






