Home Gujarat Two Kidneys Liver Two Eyes And Skin Donated By 45 Year Old Brain Dead Hemant Soni Fromahmedabad

સિવિલ હોસ્પિટલમાં વહી અંગદાનની સરવાણી, 193મું અંગદાન : અમદાવાદના 45 વર્ષીય બ્રેઇનડેડ હેમંત સોનીની બે કીડની, લીવર, બે આંખો તથા ચામડીનું દાન

સિવિલ હોસ્પિટલમાં વહી અંગદાનની સરવાણી, 193મું અંગદાન
Published by: OBS Bureau
Last Updated: May 19, 2025, 11:55 AM IST

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તા. ૧૮ મે ના રોજ ૧૯૩ મું અંગદાન થયું છે. અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય હેમંત સોનીને તા. 16.05.25 ના રોજ ખેંચ આવતા પ્રથમ નજીકમાં આવેલી પ્રાર્થના હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે પરીવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવવામાં આવ્યા હતા. જ્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લગભગ ૪૮ કલાકની સઘન સારવાર અને તબીબોના પ્રયત્નો છતા આખરે તેઓને તબીબો દ્વારા તા. 18.05.25 ના રોજ બ્રેઇન ડેડ જાહેર કર્યા.

જરૂરીયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે
બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ , કાઉન્સેલર્સ દ્વારા હેમંતભાઇના પરિવારજનોને અંગદાનના મહાત્મય વિશેની સમજણ આપવામાં આવી. હેમંતભાઈના માતા શારદાબહેને અંગોનું દાન કરવા માટેની સંમતિ આપી. સંમતિ મળ્યા બાદ બ્રેઇનડેડ હેમંત સોનીના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા આરંભવામાં આવી. સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની, લીવરનું દાન મળ્યું. જેને સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

આજ દિન સુધી 18 ત્વચાના દાન મળ્યા
આ સાથે હેમંતભાઈની બંને આંખો તેમજ ત્વચાનું પણ દાન મળ્યું. જેમાંથી બે આંખો સિવિલ કેમ્પસમાં જ આવેલી એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી તેમજ મળેલ ચામડીનું દાન સિવિલ હોસ્પિટલની સ્કીન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 193 અંગદાતાઓ થકી કુલ 635 અંગોનું દાન મળ્યું છે. જેના થકી 616 વ્યક્તિઓમાં નવા જીવનનો પ્રકાશ આપણે ફેલાવી શક્યા છીએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now