Home Gujarat Ttl Vehicle Worth Rs 9 Crores Stuck In Vesu Surat For 10 Days

સુરતના વેસુમાં 9 કરોડની TTL ગાડી 10 દિવસથી બંધ : ટેકનિકલ ખામીએ શહેરને જોખમમાં મૂક્યું!, ફાયર ડિપાર્ટમેન્ટમાં ખળભળાટ

સુરતના વેસુમાં 9 કરોડની TTL ગાડી 10 દિવસથી બંધ
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2025, 08:42 AM IST

Surat Hydraulic platform vehicle : સુરતના વેસુ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે હાઈરાઈઝ બિલ્ડિંગોની વચ્ચે સુરક્ષાના મુખ્ય આધાર તરીકે ગણાતી રૂ. 9 કરોડની હાઈડ્રોલિક પ્લેટફોર્મ ગાડી (TTL) છેલ્લા 10 દિવસથી સંપૂર્ણ રીતે બંધ પડી છે. શહેરમાં ગગનચુંબી ઇમારતોની સંખ્યા સતત વધતી જાય છે, ત્યારે અગ્નિકાંડ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે સૌથી વધુ ઉપયોગી માનાતું આ અતિ-મહત્ત્વનું ફાયર વાહન ટેક્નિકલ ખામીના કારણે મરામત માટે વર્કશોપમાં અટવાઈ ગયું છે.

'જો અત્યારે આગ લાગી જાય તો મદદ કેવી રીતે કરશે?'

આ ગાડી ખાસ કરીને હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ બુઝાવવાની કામગીરી માટે અનિવાર્ય માનવામાં આવે છે. પરંતુ હાલ સ્થિતિ એ છે કે વેસુ તથા આસપાસની સોસાયટીઓમાં લોકોમાં એક જ પ્રશ્ન છે. “જો અત્યારે આગ લાગી જાય તો મદદ કોણ કરશે?” વધુ ચિંતાની વાત એ છે કે આ ફાયર સ્ટેશન રાજ્યના ડેપ્યુટી સીએમના ઘર નજીક આવેલું છે, તેથી સુરક્ષા વ્યવસ્થા અહીં વધુ મજબૂત હોવી જરૂરી હતી. પરંતુ હકીકતમાં તો વિરુદ્ધ પરિસ્થિતિ ઉભી થઈ છે.

10 દિવસથી ‘ભંગાર જેવી હાલતમાં પડેલી’ આ ફાયર ગાડી!

ફાયર વિભાગના અધિકારીઓ કહે છે કે ટેક્નિકલ ખામી દૂર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ 9 કરોડની આ હાઈટેક ગાડીમાં લેધર બેલ્ટ કે અન્ય મિકેનિકલ ભાગોમાં ખામી છે કે કેમ તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી. આ સ્થિતિને કારણે અગ્નિશામક તંત્રને પડકારરૂપ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અગ્નિકાંડમાં દરેક સેકન્ડ કિંમતી હોવા છતાં, આવી મહત્વની ગાડી 10 દિવસથી ‘ભંગાર જેવી પડેલી’ હોવું વેસુ વિસ્તાર માટે ગંભીર ચેતવણી સમાન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ