Home International Trump Told Google Microsoft And Meta Told Not To Hire Indians

ટ્રમ્પના પેટમાં વધુ એક દુખાવો : Google, Microsoft અને Metaને કહ્યું, ભારતીયોને નોકરી પર ના રાખો!

ટ્રમ્પના પેટમાં વધુ એક દુખાવો
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2025, 10:18 AM IST

Washingtonમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમિટ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ અમેરિકન ટેક કંપનીઓને ભારત અને ચીનમાં નોકરીઓ આપવા મુદ્દે ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના રાષ્ટ્રપતિ કાળમાં આવી પ્રથાઓ હવે બંધ થશે. Donald Trumpએ કહ્યું, "અમેરિકાન ટેક ઉદ્યોગે રૉડિકલ ગ્લોબલિઝમ પાછળ દોટ મૂકી છે, જેના કારણે ઘણા અમેરિકનોને અવિશ્વાસ અને વિશ્વાસઘાત ભોગવવો પડ્યો છે."

ટ્રમ્પે વધુમાં જણાવ્યું, "અમેરિકન ટેક કંપનીઓએ અમેરિકન સ્વતંત્રતાના ફાયદા લીધા છે, પણ તેમણે ચીનમાં ઉત્પાદન કરવાનું શરૂ કર્યું, ભારતમાં લોકોને નોકરીઓ આપી અને Irelandમાં નફો જમા કર્યો છે. પણ મારા રાષ્ટ્રપતિ કાળમાં આ બધું બદલાઈ જશે."


Donald Trumpએ કહ્યું, "અમે American ટેકનોલોજી કંપનીઓને America માટે સંપૂર્ણપણે સમર્પિત થવા માટે કહીએ છીએ. અમે તમને ફક્ત એક જ વિનંતી કરીએ છીએ AmericaFirst રાખો."


Donald Trumpએ એકવાર ફરીથી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. Donald Trumpએ કહ્યું છે કે, American ટેક કંપનીઓએ ભારતમાં લોકોને કામ પર ન રાખવા જોઈએ. આ નિવેદનથી Indian IT ક્ષેત્રે કામ કરતા વ્યવસાયિકો અને આઉટસોર્સિંગ ફર્મ્સ પર અસર પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video