Trump Tariffs Effects On Indian Economy: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા આયાત ટેરિફથી વર્લ્ડ ઈકોનોમિ પર માઠી અસર પડી છે. જેનો ભોગ હવે ભારત પણ બન્યું છે. કારણકે, આ વખતે પીએમ મોદી સાથેની દોસ્તીના સંબંધોને સાઈટમાં મુકીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફનો ભારે દાવ નાંખ્યો છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)ના આંકડાઓ મુજબ, ટ્રમ્પના ટેરિફ નિર્ણયો ભારત માટે કરોડો રૂપિયાનું નુકસાન લાવી શકે છે.
અર્થવ્યવસ્થા પર સીધી અસર:
અહેવાલ અનુસાર, 25% ટેરિફના કારણે ભારતમાં વાર્ષિક આશરે ₹61,000 કરોડથી ₹72,000 કરોડ સુધીની આર્થિક હાનિ થઈ શકે છે. આ માત્ર નિકાસકર્તાઓ માટે નહીં પરંતુ સમગ્ર અર્થતંત્ર માટે ચિંતાજનક છે.
નિકાસ મોંઘી પડશે:
ટેરિફ વધવાથી ભારતીય માલની કિંમત અમેરિકન બજારમાં વધી જશે. તેના કારણે ખાસ કરીને ખાદ્ય પદાર્થો, કાપડ, ઇલેક્ટ્રિકલ મશીનરી, રત્નો અને ઝવેરાત, ફાર્માસ્યુટિકલ્સ અને ઓટોમોબાઇલ્સ જેવી ઊદ્યોગોમાં સ્પર્ધા ઘટશે. વપરાશકર્તાઓ વિકલ્પરૂપે અન્ય દેશોની તરફ દોરી શકે છે, જેનાથી નિકાસ ઘટાડાશે.
વેપાર સરપ્લસ પર અસર:
આમ તો ભારતને અમેરિકાની સાથે વેપાર સરપ્લસનો લાભ મળતો રહ્યો છે, કારણ કે અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનો ઓછા ટેરિફ સાથે પ્રવેશતા હતા. હવે આ ટેરિફ વધે, તો ભારતનો નફો ઘટી શકે છે અને વ્યાપાર સંકોચાઈ શકે છે.
રૂપિયો નબળો પડશે:
જેમ જેમ આયાત વધી શકે છે અને ડોલરની માગ વધશે, તેમ તેમ ભારતીય રૂપિયો નબળો પડે તેવી સંભાવના છે. પરિણામે, વિદેશી માલસામાન ખરીદવો મોંઘો પડે અને આયાત ખર્ચ પણ વધી શકે છે.
આયાતમાં વધારો અને સ્થાનિક ઉદ્યોગો પર દબાણ:
જો ભારત ઉત્તરપ્રતિસાદરૂપે અમેરિકન માલ પર ટેરિફ ઘટાડે, તો તે માલ ભારત માટે વધુ સસ્તું બની જશે. આથી સ્થાનિક બજારમાં આયાત વધશે, જે ભારતીય ઉત્પાદકો માટે સ્પર્ધા ઊભી કરશે અને ઘરેલુ ઉદ્યોગો માટે ઝંખનીય સ્થિતિ ઊભી કરશે.
ટ્રમ્પના ટેરિફ નીતિનો કકળાટ નિકાસકર્તાઓ પૂરતો સીમિત નથી, પણ તે ભારતની મૂદ્રા, વેપાર સંતુલન અને રોજગાર પર પણ લંબાય છે. આવી સ્થિતિમાં ભારત માટે વ્યૂહાત્મક નીતિ અપનાવવી જરૂરી છે – જેમાં નિકાસવધારાની નવી બજારો શોધવી, આંતરરાષ્ટ્રીય સહકાર વધારવો અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવો સામેલ છે.
ટ્ર્મ્પના ટેરિફની ભારતના કયા-કયા સેક્ટર પર કેવી અસર પડશે?
અમેરિકા દ્વારા લાદવામાં આવેલ 25% ટેરિફ ભારત માટે ગંભીર પડકાર સર્જી શકે છે, ખાસ કરીને કૃષિ અને નિકાસ આધારિત ઉદ્યોગોમાં. ભારત અને અમેરિકાની વચ્ચે અંદાજે ₹800 કરોડનો કૃષિ વેપાર થાય છે, જેમાં ભારત ચોખા, ઝીંગા, મધ, એરંડા તેલ જેવી વસ્તુઓ નિકાસ કરે છે. આ નિકાસ હવે મોંઘી પડી શકે છે, કારણ કે યુએસમાં ભારતીય કૃષિ ઉત્પાદનો પર ટેરિફ 5.3%માંથી 25% થઈ જશે.
GTRIના અહેવાલ મુજબ, અગાઉથી જ ભારત દ્વારા અમેરિકન કૃષિ ઉત્પાદનો પર સરેરાશ 37.7% ટેરિફ વસૂલાતી હતી. હવે અમેરિકન પ્રતિકારરૂપ પગલાંથી ભારતીય ઉત્પાદકો પર વધુ ભાર પડશે. ખાસ કરીને નાના ખેડૂતોની આવક પર નકારાત્મક અસર પડશે, કારણ કે નિકાસ ઘટશે અને વિશ્વબજારમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બનશે. ટેરિફનો પ્રભાવ ફક્ત કૃષિ સુધી મર્યાદિત નથી. નીચેના પાંચ ક્ષેત્રો પણ ભારે અસર હેઠળ આવશે.
ટેરિફની આ પાંચ સેક્ટર પર પડશે સૌથી મોટી અસરઃ
1) હીરા અને ઝવેરાત – ભારતનો સૌથી મોટો નિકાસ ક્ષેત્ર.
2) કાર અને કાર એસેસરીઝ – ઓટોમોબાઈલ ક્ષેત્રની નિકાસ ધીમી પડી શકે છે.
3) રિફાઈન્ડ પેટ્રોલિયમ – ઊંચા ટેરિફના કારણે આયાતકર્તા નવા સ્ત્રોત શોધી શકે.
4) રેડીમેડ ગાર્મેન્ટ્સ – ખર્ચ વધવાથી સ્પર્ધાત્મકતા ઘટશે.
5) પ્રસારણ અને ટેલિકોમ પ્રોડક્ટ્સ – ટેકનોલોજી ક્ષેત્રમાં ભાવ વધારા સાથે નિકાસ ઘટી શકે છે.
આ ટેરિફ માત્ર વેપારમાં અટકાવ નહીં ઊભો કરે, પણ સાથો-સાથ દેશના લાખો ભારતીય કામદારો અને ખેડૂતોની રોજગારી પર પણ તેની સીધી અસર પડી શકે છે.





















