Washington Hotel Shooting: અમેરિકામાં વ્હાઇટ હાઉસ ડિનર દરમિયાન થયેલી ફાયરિંગની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ફાયરિંગ કરનાર આરોપી કોલ થોમસ એલન કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ એક એન્જિનિયર અને શિક્ષક છે.
શું હતી સમગ્ર ઘટના?
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમ દરમિયાન અચાનક ફાયરિંગ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના એ સમયે બની જ્યારે કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પત્ની અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ હાજર હતા. સુરક્ષા એજન્સીઓએ ત્વરિત કાર્યવાહી કરીને ટ્રમ્પને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં તેમને કોઈ ઈજા પહોંચી નથી. આ મામલે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ 31 વર્ષીય કોલ થોમસ એલન તરીકે થઈ છે.
આ પણ વાંચો: વોશિંગ્ટનમાં ટ્રમ્પ પર ફાયરિંગ! : હોટેલ ઇવેન્ટમાં અફરાતફરી, જાણો કેવી રીતે સુરક્ષા એજન્ટોએ બચાવ્યો જીવ
કોણ છે કોલ થોમસ એલન?
કોલ થોમસ એલન અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ટોરેન્સ શહેરનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અત્યંત શિક્ષિત અને ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલો વ્યક્તિ છે.
શિક્ષણ:
ઑતેણે અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા California Institute of Technology (Caltech) માંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે કોમ્પ્યુટર સાયન્સમાં પણ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.
આ પણ વાંચો: 2018ના અકસ્માત કેસમાં જસ્કીરતના ડિપોર્ટેશન પર કેનેડિયન કોર્ટની રોક : અકસ્માતમાં 16 લોકોએ ગુમાવ્યા હતા જીવ
વ્યવસાય:
તે મિકેનિકલ એન્જિનિયર હોવાની સાથે સાથે કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને ઈન્ડી ગેમ ડેવલપર તરીકે પણ કાર્યરત હતો. આ ઉપરાંત, તે વિદ્યાર્થીઓને ટ્યુશન પણ ભણાવતો હતો.
NASA કનેક્શન:
અહેવાલો અનુસાર, તેણે NASA Jet Propulsion Laboratoryમાં સમર રિસર્ચ ફેલોશિપ કરી હતી, જેના કારણે તેની ઓળખ ‘NASA ફેલો’ તરીકે પણ હતી.
ફાયરિંગ કેવી રીતે થયું?
મળતી માહિતી મુજબ, કોલ એલન શૉટગન, પિસ્તોલ અને અન્ય હથિયારો સાથે કાર્યક્રમ સ્થળની નજીક પહોંચ્યો હતો. જ્યારે તેણે સુરક્ષા ઘેરો તોડવાનો પ્રયાસ કર્યો, ત્યારે સુરક્ષાકર્મીઓએ તેને અટકાવ્યો હતો. આ દરમિયાન આરોપી અને સુરક્ષા અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું અને ફાયરિંગ શરૂ થઈ ગયું. આ ઘટનામાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયો હતો, પરંતુ બુલેટપ્રૂફ જેકેટ પહેરેલું હોવાથી તેનો જીવ બચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ સમયસૂચકતા વાપરી આરોપીને કાબૂમાં કરી લીધો હતો, જેના કારણે મોટી હોનારત ટળી ગઈ હતી.





