Home International Trump Action Against Iran Missile Program Suppliers Bans 10 Companies Helping Iran Weapons Deal

બીજિંગ પ્રવાસ પહેલા ટ્રમ્પનું આક્રમક વલણ : ઈરાનને હથિયાર સપ્લાય કરતી ચીની કંપનીઓ પર સકંજો, 10 સંસ્થાઓ પર પ્રતિબંધ

Trump sanctions Iran
Published by: Nirali Gohil
Last Updated: May 09, 2026, 11:06 AM IST

Trump sanctions Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સૈન્ય કાર્યક્રમોને મદદ કરનારા તત્વો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનને ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલ બનાવવા માટે જરૂરી સાધનો અને કાચો માલ પૂરો પાડતી ચીન અને હોંગકોંગ સહિતની 10 કંપનીઓ અને વ્યક્તિઓ પર અમેરિકાએ આકરા પ્રતિબંધો લાદી દીધા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટૂંક સમયમાં જ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરવા માટે બીજિંગના પ્રવાસે જવાના છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ઈરાનના સૈન્ય નેટવર્ક કે ગેરકાયદેસર વેપારમાં સામેલ કોઈપણ વિદેશી કંપની, નાણાકીય સંસ્થા કે એરલાઇન્સ સામે કડક કાયદાકીય અને આર્થિક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને ચીનની તેલ રિફાઇનરીઓ અને તેની સાથે જોડાયેલી બેંકો હાલ અમેરિકાના રડારમાં છે.

ઈરાનના ડ્રોન અને મિસાઈલ નેટવર્ક પર પ્રહાર

અમેરિકન પ્રશાસનનો આરોપ છે કે પ્રતિબંધિત કરવામાં આવેલી આ કંપનીઓએ ઈરાનને 'શાહિદ' ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ માટે જરૂરી હથિયારોના પુર્જા અને કાચો માલ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઈરાનની સૈન્ય ક્ષમતા હાલમાં દર મહિને આશરે 10,000 ડ્રોન બનાવવાની છે, જે વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષા માટે મોટો ખતરો માનવામાં આવે છે.

કઈ કઈ કંપનીઓ પર લાગ્યો પ્રતિબંધ?

અમેરિકાએ જાહેર કરેલી યાદીમાં નીચે મુજબની મુખ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે:

  • યુશિતા શંઘાઈ ઇન્ટરનેશનલ ટ્રેડ (ચીન): હથિયારોની ખરીદીમાં મદદ કરવાનો આરોપ.

  • હિટેક્સ ઇન્સુલેશન નિંગબો (ચીન): બેલેસ્ટિક મિસાઇલમાં વપરાતી સામગ્રી પૂરી પાડવા બદલ પ્રતિબંધ.

  • એલિટ એનર્જી FZCO (દુબઈ): લાખો ડૉલરના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરવા બદલ કાર્યવાહી.

  • HK હેસિન ઇન્ડસ્ટ્રી (હોંગકોંગ) અને આર્મરી એલાયન્સ (બેલારૂસ): ખરીદ-વેચાણના સોદામાં વચેટિયા તરીકેની ભૂમિકા.

  • મસ્ટૅડ લિમિટેડ (હોંગકોંગ) અને પિશગામ ઇલેક્ટ્રોનિક સફેહ (ઈરાન): ડ્રોન મોટર અને સૈન્ય સાધનોની ખરીદીમાં મદદ કરવા બદલ નિશાને લેવાયા.

કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો: 115 લોકો ઝપેટમાં આવ્યા, જાણો કેટલો ખતરનાક છે આ ‘નોરોવાયરસ’ અને તેનાથી કેવી રીતે બચશો?

ચીની રિફાઇનરીઓ અને બેંકો પર નજર

અમેરિકાએ 'સેકન્ડરી પ્રતિબંધો' લગાવવાની પણ તૈયારી બતાવી છે, જેમાં ખાસ કરીને ચીનની સ્વતંત્ર 'ટીપૉટ' ઓઇલ રિફાઇનરીઓ અને તેમની સાથે જોડાયેલી નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. જોકે, હાલમાં કેટલીક મોટી ચીની બેંકો સામે સીધા પગલાં લેવાયા નથી, જે ઈરાનની અર્થવ્યવસ્થાને ટેકો આપી રહી હોવાનું મનાય છે. નિષ્ણાતો મુજબ, આ મર્યાદિત પ્રતિબંધો ઈરાનને વૈકલ્પિક રસ્તાઓ શોધવાની તક આપી શકે છે.

હોર્મુઝની ખાડી બંધ થતા ઊર્જા સંકટ

ઈરાન અને ઓમાન વચ્ચે આવેલી વ્યૂહાત્મક હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) હાલમાં બંધ હોવાથી વિશ્વભરના ઊર્જા બજારમાં ચિંતા પ્રસરી છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ ઈરાને આ માર્ગ બંધ કર્યો હતો.

  • વેપાર પર અસર: વિશ્વનો આશરે 20% ક્રૂડ ઓઇલ અને LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ)નો વેપાર આ રસ્તા પર નિર્ભર છે.

  • કિંમતોમાં ઉછાળો: આ મહત્વપૂર્ણ જળમાર્ગ બંધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now