સાબરકાંઠાના ખેડબ્રહ્માના હિંગટીયા પાસે એસટીબસ સહિત ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 6 વ્યક્તિના કરૂણ મોત અને 3ને ઇજાઓ પહોંચી છે.
શનિવારે બપોરે ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તાર અક્સ્માત ગ્રસ્તોની બૂમાબૂમ અને ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. મળતી વિગતો મુજબ જીપે બાઈકને અડફેટે લેતા આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જીપ ડિવાઇડર કૂદીને સામેની લેનમાં આવી જતાં બસ સાથે અથડાઈ હતી,અકસ્માતમાં જીપ નો કચ્ચરઘાણ વળી ગયો હતો ,અકસ્માતને પગલે અન્ય વાહન ચાલકો તથા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા,અને બચાવ કામગીરી શરૂ કરી હતી ,ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.ઘટના સ્થળે 4 વ્યક્તિના મોત થાય હતા અન્ય એક પુરુષને સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું,જ્યારે અન્ય એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત થવા પાછળના કારણો ની તપાસ શરૂ કરી હતી. અકસ્માત ને પગલે લોકોના ટોળાં ઘટના સ્થળે અને બાદમાં હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.પરીવારજનોના માતમને પગલે લોકો પણ શોકાતુર બની ગયા હતા.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






