Home Gujarat Travels Car Theft In Ramol Of Ahmedabad

'કાર ભાડે જોઈએ છે' : ટ્રાવેલ્સની કાર લઈને ગઠિયો રફૂચક્કર

'કાર ભાડે જોઈએ છે'
Published by: OBS Bureau
Last Updated: May 05, 2025, 04:36 AM IST

અમદાવાદના રામોલમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ માલિક પાસેથી ગઠિયો પાંચ દિવસ માટે લગ્નપ્રસંગમાં કાર ભાડે લઇ જવાનું કહીને રફુચક્કર થયો હતો. જેમાં ગઠિયાએ બજાર કરતા વધારે એટલે 25 દિવસનું 50 હજાર ભાડુ પણ ચૂકવ્યુ હતુ. બાદમાં ફોન કરતા બંધ આવતો હતો અને ઘરે તપાસ કરતા તાળુ હતુ. ગઠિયાએ અન્ય યુવક પાસેથી આ રીતે કાર લઇને ફરાર થયો છે. આ અંગે વેપારીએ ગઠિયા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

રામોલમાં રહેતા કિશનભાઇ સુથાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ધરાવી ગાડી ભાડે આપવાનો ધંધો કરે છે. ગત 7 જાન્યુઆરી 2025માં તેઓ ઘરે હતા તે સમયે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને પોતે વસ્ત્રાલથી ભરત પટેલ બોલતો હોવાનું જણાવ્યુ હતુ. તેમજ કાર ભાડે જોઇએ છે તેમ કહ્યુ હતુ. જે બાદ બીજા દિવસે ભરતે ફરીથી ફોન કર્યો અને ગાડી લઇને સીટીએમ શકરીબા ગાર્ડન પાસે બોલાવ્યો હતો. જેથી કિશન મિત્ર જીગ્નેશ સાથે ઇકો સ્પોર્ટસ કાર લઇને ગાર્ડન પાસે ગયા હતા. ત્યાં ભરત અને અજાણ્યો શખ્સ ઉભા હતા.

જે બાદ ભરતે મારે લગ્ન પ્રસંગમાં જવાનું છે તો પાંચ દિવસ માટે કાર ભાડે જોઇએ છે અને રોજનું રૂ. 2 હજાર ભાડુ આપીશ. જેથી કિશનભાઇએ ડોક્યુમેન્ટ અને રૂ. 10 હજાર લીધા હતા. ત્યારે પાંચ દિવસ પૂર્ણ થતા ભરતને ફોન કરતા મારે હજુ કારની જરૂરિયાત છે હું ઓનલાઇન ભાડુ ચૂકવી આપીશ કહીને 25 દિવસનું કુલ રૂ. 50 હજાર ભાડુ ચૂકવી આપ્યુ હતુ. જે બાદ ભરતને ફોન કરતા બંધ આવતો હતો. તેના ઘરે તપાસ કરતા તાળુ હતુ અને તપાસ કરતા મીત સેજપાલની કાર પણ કિશન લઇને ફરાર થઇ ગયો હતો. આ અંગે કિશનભાઇએ ભરત પટેલ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now