Home Gujarat Transfer Orders For 27 Police Personnel In Gir Somnath

ગીર સોમનાથ જિલ્લા પોલીસ બેડામાં હડકંપ! : SP એ LCB–SOG માં કરી ધરખમ 'સાફસૂફી'!, 27 પોલીસ કર્મીઓને બદલીના આદેશ

ગીર સોમનાથ જિલ્લા પોલીસ બેડામાં હડકંપ!
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 03:28 PM IST

Gir Somnath Police Transfer : ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ વિભાગમાં મોટું મોટાપાયે ફેરબદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા SP જયદીપસિંહ જાડેજાએ કડક વલણ અપનાવીને 27 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી કરી દીધી છે. આ પગલાએ પોલીસ વિભાગમાં ભારે ચર્ચા અને ખળભળાટ મચાવી દીધો છે.

જુઓ લિસ્ટ

SOG બ્રાન્ચમાંથી 7 કર્મચારીઓની બદલી

માહિતી મુજબ, જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ LCB અને SOG બંને વિભાગોમાં મોટી સાફસૂફી કરવામાં આવી છે. LCB બ્રાન્ચમાંથી 12 કર્મચારીઓની હકાલપટ્ટી કરાઈ તો SOG બ્રાન્ચમાંથી 7 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ મોટા ફેરફારને લઈને પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ છે.

પોલીસ બેડામાં ભારે ચર્ચા

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વેરાવળ શહેરમાં SMC ના દરોડા બાદ અનેક બાબતો પ્રકાશમાં આવી હતી. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખીને SP જાડેજાએ કડક પગલાં લીધા હોય તેવી પોલીસ બેડામાં ચર્ચા છે. SP ના આ પગલાએ પોલીસ વિભાગમાં શિસ્ત અને કામગીરી સુધારવાના સંકેતો બતાવ્યા છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ