Home Gujarat Transfer Continues 18 Ias Officers Transferred In Gujarat

બદલીનો દૌર યથાવત : ગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી

બદલીનો દૌર યથાવત
Published by: OBS Bureau
Last Updated: May 03, 2025, 06:40 PM IST

રાજ્યમાં સરકાર ફરીવાર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 3 મેના રોજ, ગુજરાત સરકાર દ્વારા 18 IAS અધિકારીઓની બદલી કરી નવી નિયુક્તિઓ જાહેર કરવામાં આવી છે. આ બદલીઓમાં કેટલાક મહત્વપૂર્ણ જિલ્લા અને વિભાગોના અધિકારીઓનો સમાવેશ થાય છે.

ગીર સોમનાથના કલેક્ટર ડી.ડી. જાડેજાની બદલી કરીને તેમને ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન, ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ એન.વી. ઉપાધ્યાય, જે અગાઉ સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર હતા, તેમને ગીર સોમનાથના નવા કલેક્ટર બનાવવામાં આવ્યા છે.



જિલ્લા વિકાસ અધિકારી, જૂનાગઢ તરીકે ફરજ બજાવતા નીતિન વી. સાંગવાનની બદલી કરીને તેમને રોજગાર અને તાલીમ નિયામક, ગાંધીનગર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


અત્યારસુધી મહેસાણાના SPIPAમાં નાયબ નિયામક તરીકે સેવા આપી રહેલા C.C. કોટકને અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે.



ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, ગાંધીનગરની સંયુક્ત સચિવ રહેલી કુમારી વી. આઈ. પટેલની બદલી કરીને તેમને ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને અધિક શહેરી વિકાસ કમિશનર અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં મુકવામાં આવ્યા છે.



મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે ફરજ બજાવતા એચ.પી. પટેલની બદલી કરીને તેઓને હવે જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે મુકવામાં આવ્યા છે.

અગાઉ એપ્રિલ મહિનામાં પણ રાજ્યમાં 16 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં દિલીપ રાણા, એન.કે. મીણા અને અરુણ મહેશ બાબુ જેવા અધિકારીઓની મહત્વપૂર્ણ બદલીઓ કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના આ પરિવર્તનાત્મક પગલાંથી શાસન વ્યવસ્થામાં વધુ કાર્યક્ષમતા અને જવાબદારી લાવવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now