Ahmedabad News : અમદાવાદના નારોલમાં મટન ગલી વિસ્તારમાં આકાર ટેકસટાઈલ્સ (શ્રી રાધે ઈન્ડસ્ટીઁઝ) પોસેસઁ હાઉસ ફેકટરીમા કલર કેમિકલ અને જલાઉ લાકડાના સપ્લાયરો કરોડો રુપિયાની ઉઘરાણીને લઈ ફેકટરીના સકુંલમાં જ હોબાળો મચાવ્યો હતો.
ઉઘરાણી મામલે હલ્લાબોલ
50 થી વધુ મોટા ગજાના વેપારીઓ અને સપ્લાયરોઓએ અમદાવાદ ટેક્ષ ટાઈલ્સ સપ્લાયર એસોસિએશનના હોદ્દેદારો સાથે આ કંપની ખાતે દોડી આવ્યા હતાં. કેમિકલ સપ્લાયર વેપારીઓના સાડા ત્રણ કરોડથી વધુની રકમની ઉઘરાણી માટે ફેકટરીમા 50થી વધુ સપ્લાયરો ધસી આવતા ભાગીદારો ફેકટરી છોડીને નાસી છૂટ્યા હતાં. એસોસિએશનના હોદ્દેદારોઓએ ફેકટરીમા આવી ને બાકી લેણાની વાત કરતા ફેકટરીના ભાગીદારોઓએ હાલ આપવાની ના પાડતા મામલો વધુ ગરમાયો છે.
બાકી લેણા આપવા ગલ્લા-તલ્લા
50થી વધુ સંચાલકોઓએ સુત્રોચ્ચાર સાથે ફેક્ટરીમાં ઘસી આવી ઉગ્ર રજૂઆત કરતા ફેકટરી માલિકોમા નાશભાગ મચી હતી. એક જ જગ્યા પર ત્રણ ત્રણ વખત ભાડા કરાર બદલીને ફેકટરી સંચાલકોઓએ સપ્લાયરોઓને બાકી લેણા આપવા ગલ્લા તલ્લા કરતા સપ્લાયરો રજૂઆત કરવા આવતા વર્તમાન સંચાલકોઓએ હાથ અધ્ધર કરતા મામલો બીચકયો હતો. જો કે, નારોલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડીઆવતા મામલો થોળે પડ્યો હતો.






