Home Gujarat Rajkot Rajkot Pool Accident On Siblings Drown At Sopaan Heights

હે ભગવાન! રાજકોટમાં આવી કરુણાંતિકા : સોપાન હાઈટ્સના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ ભાઈ-બહેનના મોત

Rajkot Pool Accident
Published by: Viral Patel
Last Updated: Mar 30, 2026, 01:16 PM IST

Rajkot News: રાજકોટ શહેરમાં રૈયા ધાર વિસ્તાર પાસે આવેલી એક બહુમાળી ઈમારતમાં આજે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. 'સોપાન હાઈટ્સ' બિલ્ડિંગના સ્વિમિંગ પૂલમાં રમતા-રમતા ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતે માત્ર બિલ્ડિંગના રહીશો જ નહીં પરંતુ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે.

શું છે ઘટનાની વિગત: રમતા-રમતા મોત આંબી ગયું

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના રૈયા ધાર વિસ્તારમાં ડ્રિમ સિટીની સામે આવેલી સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં બપોરે 2.30 થી 3.30 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. અહીં કામ કરતા એક નેપાળી પરિવારના બે સંતાનો દીપેશ (7 વર્ષ) અને તેની નાની બહેન દેપસીકા (5 વર્ષ) સ્વિમિંગ પૂલ નજીક રમી રહ્યા હતા. રમતા-રમતા અચાનક બંને બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબા સમય સુધી બાળકો ન દેખાતા અને શોધખોળ કરતા બંને સ્વિમિંગ પૂલમાંથી મળી આવ્યા હતા.

14 દિવસ પહેલા જ નેપાળથી કામ અર્થે આવ્યા હતા

આ ઘટનામાં સૌથી વધુ દુઃખદ પાસું એ છે કે, આ માસૂમ બાળકોનો પરિવાર મૂળ નેપાળનો વતની છે અને માત્ર 14 દિવસ પહેલા જ રાજકોટમાં આ બિલ્ડિંગમાં સફાઈ કામ માટે જોડાયો હતો. રોજીરોટીની શોધમાં આવેલા આ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. બાળકોના માતા-પિતા બિલ્ડિંગમાં સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી. 108 મારફતે બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા."

પોલીસ કાર્યવાહી અને તપાસ

ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. બન્ને બાળકોના નામ દીપેશ કરણભાઈ ભંડારી (7 વર્ષ) અને દેપસીકા કરણભાઈ ભંડારી (5 વર્ષ) છે. જેઓ સોપાન હાઈટ્સ, રૈયા ધાર રોડ, રાજકોટ ખાતે રહે છે. તેઓ સ્વિમિંગ પૂલ પાસે સુરક્ષાના સાધનો કે ગાર્ડ હતા કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

પરિવારમાં કલ્પાંત

પોતાના બે-બે વ્હાલસોયા સંતાનોને ગુમાવનાર માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. હજુ તો રાજકોટમાં સ્થાયી થવાના સપના જોઈ રહેલા પરિવાર માટે આ આઘાત જીરવવો મુશ્કેલ બની ગયો છે. આ ઘટના ફરી એકવાર બહુમાળી ઈમારતોમાં આવેલા સ્વિમિંગ પૂલની સુરક્ષા અને બાળકો પ્રત્યે રાખવામાં આવતી સાવચેતી સામે ગંભીર સવાલો ઉભા કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બૂથ કાર્યકર્તા પક્ષનો સૌથી મજબૂત પાયો
રાજકોટ મારવાડી શેરબજારની હેડ ઓફિસ ભડકે બળી
Play Video
રાજકોટની સાધના સોસાયટીમાં પ્રચંડ ધડાકો
રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!