Home Automobile Toyota Innova Crysta Cheapest Model Starting Price Under 20 Lakh

નેતાઓ અને મંત્રીઓની મનપસંદ આ કાર : જાણો તમે કેટલામાં ખરીદી શક્શો

નેતાઓ અને મંત્રીઓની મનપસંદ આ કાર
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2025, 06:45 AM IST

ભારતમાં ટોયોટા કંપનીની ઘણી ગાડીઓ દોડે છે. જેમાં ઈનોવા ક્રિસ્ટા પહેલી પસંદ બને છે. આ કાર 7 અને 8-સીટર સાથે આવે છે. આ કાર ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે જેમાં EX-SHOWROOM કિંમત 19.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 26.55 લાખ રૂપિયા સુધી જાય છે. ઈનોવા ક્રિસ્ટાનું સૌથી સસ્તું મોડલ 2.4 GX 7Str છે. દિલ્લીમાં આ મોડલની ઓન-રોડ કિંમત 23.91 લાખ રૂપિયા છે.

EMI પર કેવી રીતે મેળવશો ઈનોવા ક્રિસ્ટા?
ટોયોટા ઈનોવા ક્રિસ્ટાનું સૌથી સસ્તું મોડલ ખરીદવા માટે 21.52 લાખ રૂપિયાની લોન લેવી પડશે. બેંકમાંથી તમને કેટલી લોન મળે છે તે તમારા ક્રેડિટ સ્કોર પર આધારિત છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે, તો તમે વધુ લોન મેળવી શકશો. ઈનોવા ક્રિસ્ટા ખરીદવા માટે તમારે ડાઉન પેમેન્ટ મિનિમમ 2.39 લાખ રૂપિયા જમા કરાવવા પડશે.


જો તમે કાર ખરીદવા માટે ચાર વર્ષ માટે લોન લો છો અને બેંક આ લોન પર 9 ટકા વ્યાજ વસૂલે છે, તો તમારે 48 મહિના સુધી દર મહિને લગભગ 53,600 રૂપિયાનો હપ્તો ચૂકવવો પડશે.

જો લોન પાંચ વર્ષ માટે લેવામાં આવે તો દર મહિને 44,700ની EMI ચૂકવવી પડશે.

જો છ વર્ષ માટે લોન લો છો, તો દર મહિને 38,800 રૂપિયાનો હપ્તો ચૂકવવો પડશે.

જો સાત વર્ષની લોન પર ખરીદો છો તો દર મહિને 34,700 રૂપિયાનો હપ્તો ચૂકવવો પડશે.

કોઈપણ બેંકમાંથી લોન પર કાર ખરીદતી વખતે દસ્તાવેજોને જરૂરથી વાંચજો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now