Home Automobile Kia Sorento Carnival Syros Ev Launch India Gujarati

Kia નો ભારત માટે મોટો પ્લાન : હાઇબ્રિડથી ઇલેક્ટ્રિક સુધીની આ ગાડીઓ માર્કેટમાં કરશે ધમાકો!

Kia Sorento
Image Credit: Kia
Published by: Aryan Shah
Last Updated: Apr 26, 2026, 09:20 AM IST

Kia : દક્ષિણ કોરિયાની કાર નિર્માતા કંપની કિયા ભારતમાં સેલ્ટોસ અને સોનેટ જેવી સફળ કારો બાદ હવે પ્રીમિયમ સેગમેન્ટમાં મોટો ધડાકો કરવા જઈ રહી છે. કંપની ભારતીય ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક એમ બંને પ્રકારના વિકલ્પો રજૂ કરવાની તૈયારીમાં છે. હાલમાં કિયાની નવી કારોના ટેસ્ટિંગના ફોટા સામે આવ્યા છે, જે સૂચવે છે કે, આ કારો ટૂંક સમયમાં શોરૂમ સુધી પહોંચશે. જાણો આ ત્રણેય ગાડીઓ વિશેની સંપૂર્ણ માહિતી.

કિયા સોરેન્ટો હાઇબ્રિડ : લક્ઝરી અને પાવરનું કોમ્બિનેશન

કિયા સોરેન્ટો એ 7-સીટર પ્રીમિયમ હાઇબ્રિડ SUV છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં પહેલેથી જ લોકપ્રિય છે. આ SUV ની સૌથી મોટી ખાસિયત તેની ડિઝાઇન છે. તે 4.8 મીટર લાંબી છે, જે તેને રસ્તા પર ખૂબ જ ભવ્ય લુક આપે છે. તેની સિગ્નેચર ટાઇગર-નોઝ ગ્રિલ અને મોડર્ન LED હેડલાઇટ્સ તેને ખાસ બનાવે છે. એન્જિનની વાત કરીએ તો, ભારતમાં તેને 1.6-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી શકે છે, જે ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત હશે. આ હાઇબ્રિડ સિસ્ટમ માત્ર પાવરફુલ પરફોર્મન્સ જ નહીં, પરંતુ ઉત્તમ માઇલેજ પણ આપે છે. ગ્લોબલ માર્કેટમાં તેનું પાવર આઉટપુટ 288hp જેટલું ઊંચું છે. આ કારમાં AWD (ઓલ વ્હીલ ડ્રાઇવ) અને 8-સ્પીડ DCT ટ્રાન્સમિશન જેવા પ્રીમિયમ ફીચર્સ મળી શકે છે.

નવી કિયા કાર્નિવલ : પ્રીમિયમ MPV નો નવો અવતાર

કિયા તેની લક્ઝરી MPV કાર્નિવલને હવે નવા અને વધુ આધુનિક અવતારમાં રજૂ કરવા જઈ રહી છે. આ વખતે કાર્નિવલમાં હાઇબ્રિડ એન્જિન મળવાની પૂરી શક્યતા છે. તેમાં 1.6-લિટર ટર્બો પેટ્રોલ એન્જિનની સાથે 74hp પાવર આપતી ઇલેક્ટ્રિક મોટર હોઈ શકે છે. આ બંને મળીને કુલ 245hp થી વધુનો પાવર જનરેટ કરશે. કાર્નિવલ તેના કેબિન કમ્ફર્ટ માટે જાણીતી છે, તેથી નવી કાર્નિવલમાં લાઉન્જ જેવી સીટો, મોટી ટચસ્ક્રીન, મલ્ટી-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ અને ADAS જેવા સેફ્ટી ફીચર્સ જોવા મળશે. આ કાર મુખ્યત્વે એવા પરિવારો માટે છે જેમને મુસાફરીમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરીનો એક્સપિરિયન્સ જોઈએ છે.

કિયા સાયરોસ EV : ઇલેક્ટ્રિક સફરની નવી દિશા

કિયા તેની નવી કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV 'સાયરોસ EV' (Kia Syros) પર કામ કરી રહી છે. આ કાર હ્યુન્ડાઇની ક્રેટા ઇલેક્ટ્રિક સાથે મુકાબલો કરશે. તે કંપનીના હાલના ICE (પેટ્રોલ) મોડલ જેવી જ દેખાશે પરંતુ તેમાં EV સ્પેસિફિક ગ્રીલ અને એલોય વ્હીલ્સ જોવા મળશે. ટેકનિકલ રીતે જોઈએ તો, સાયરોસ EV માં 42kWh અને 51.4kWh ના બેટરી વેરિઅન્ટ મળવાની સંભાવના છે. નાની બેટરી પર લગભગ 420 કિમી અને મોટી બેટરી પર 510 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ મળી શકે છે. ફાસ્ટ ચાર્જિંગ સુવિધા સાથે, આ કાર આજના ઇલેક્ટ્રિક યુગમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now