Home Sports Top 5 Batsmen Who Have Scored The Most Runs In The History Of Asia Cup

Asia Cup ના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્સમેન : જાણો ટોપ-5માં કેટલા ભારતીય ખેલાડી?

Asia Cup ના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્સમેન
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 10:01 AM IST

Asia Cup:

એશિયા કપ 2025 માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 9 સપ્ટેમ્બરથી, આ ટ્રોફી જીતવા માટે આઠ ટીમો વચ્ચે શાનદાર મેચો થશે. આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, આ વખતે T20 ફોર્મેટમાં રાખવામાં આવી છે. આનો અર્થ એ છે કે આ વર્ષે ટુર્નામેન્ટમાં તમને ખુબ ચોગ્ગા અને છગ્ગા જોવા મળશે. તમે જાણો છે કે, એશિયા કપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર કોણ રહ્યો છે. સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ત્રણ ભારતીય નામ સામેલ છે.

સનથ જયસૂર્યા

એશિયા કપમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન સનથ જયસૂર્યાના નામે નોંધાયેલ છે. આ ટુર્નામેન્ટમાં રમાયેલી કુલ 25 મેચમાં જયસૂર્યાએ 1220 રન ફટકાર્યા છે. આ દરમિયાન તેમની બેટિંગ એવરેજ 53.04 રહી છે. સનથ જયસૂર્યા 1990 થી 2008 દરમિયાન એશિયા કપમાં રમ્યા હતા.

રોહિત શર્મા

એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા બીજા ક્રમે છે. હિટમેનના નામે જાણીતા રોહિત શર્માએ 8 દેશો વચ્ચે રમાયેલી ટુર્નામેન્ટમાં 1210 રન ફટકાર્યા છે. ODI ફોર્મેટમાં, રોહિતે 28 મેચોમાં 46 ની એવરેજથી 939 રન બનાવ્યા છે, જ્યારે T20 ફોર્મેટમાં રમાતા એશિયા કપમાં, રોહિત શર્માએ 271 રન બનાવ્યા છે.

વિરાટ કોહલી

એશિયા કપમાં સૌથી વધુ રન ફટકારનાર ખેલાડીની યાદીમાં વિરાટ કોહલી ત્રીજા ક્રમે છે. કિંગ કોહલીના નામે પ્રખ્યાત વિરાટ કોહલીએ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી 16 મેચમાં કુલ 1,742 રન બનાવ્યા છે. આમાંથી તેણે ODI ફોર્મેટમાં 742 રન બનાવ્યા છે, જ્યારે T20 એશિયા કપમાં વિરાટે 85 ની સરેરાશથી 429 રન બનાવ્યા છે.

કુમાર સંગાકારા

શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન કુમાર સંગાકારાનો રેકોર્ડ એશિયા કપમાં પણ ખૂબ જ સારો રહ્યો હતો. તે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને છે. કુમાર સંગાકારાએ પોતાની કારકિર્દી દરમિયાન આ ટુર્નામેન્ટમાં રમાયેલી 24 મેચમાં 48 ની બેટિંગ એવરેજથી કુલ 1075 રન ફટકાર્યા હતા.

સચિન તેંડુલકર

એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં સચિન તેંડુલકરનું નામ પાંચમા ક્રમે છે. માસ્ટર બ્લાસ્ટરે આ ટુર્નામેન્ટમાં કુલ 971 રન બનાવ્યા છે અને તેની સરેરાશ 51.10 રહી છે. સચિને 1990 થી 2012 દરમિયાન કુલ 23 મેચ રમી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now