Unique Cricket Record : આજના સમયમાં ક્રિકેટ માત્ર રમત નથી રહી પરંતુ રમતનું સ્વરૂપ ખૂબ જ આક્રમક બની ગયું છે. ખાસ કરીને T20 ફોર્મેટમાં રેકોર્ડ્સ બનાવવાની અને તોડવાની ગતિ અકલ્પનીય રીતે વધી છે. 10 વર્ષ પહેલાં જ્યારે યુવરાજ સિંહે એક ઓવરમાં 6 સિક્સર મારીને 36 રન બનાવ્યા હતા, ત્યારે તેને એક ચમત્કાર માનવામાં આવતો હતો. પરંતુ હવે ટેકનોલોજી અને પાવર હિટિંગના યુગમાં એવા અજીબોગરીબ કારનામા થઈ રહ્યા છે કે, જેને માનવા પણ મુશ્કેલ છે. આવો જ એક રેકોર્ડ હાલમાં RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ના વિસ્ફોટક ખેલાડી રોમારિયો શેફર્ડના નામે નોંધાયેલો છે, જેને માત્ર એક કાયદેસરના બોલ પર 22 રન લૂંટીને સૌને ચોંકાવી દીધા હતા.
ઐતિહાસિક સિદ્ધિ : શેફર્ડનો ડર અને બોલરનો ફફડાટ
T20 ક્રિકેટના ઇતિહાસમાં એક બોલ પર સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડે પોતાના નામે કર્યો છે. હાલમાં IPL 2026 માં RCB તરફથી રમી રહેલા આ ખેલાડીએ વર્ષ 2025 ની કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તે સમયે શેફર્ડ 'ગયાના એમેઝોન વોરિયર્સ' ટીમનો હિસ્સો હતો. મેદાનમાં જ્યારે તે બેટિંગ માટે આવ્યો ત્યારે તેની આક્રમકતા જોઈને સામેની ટીમના બોલરો ફફડવા લાગ્યા હતા. તેને ફાસ્ટ બોલર ઓશેન થોમસની એવી હાલત કરી હતી કે, થોમસ પોતાની લાઇન અને લેન્થ સંપૂર્ણપણે ભૂલી ગયો હતો.
સિક્સરનો વરસાદ : જ્યારે આકાશમાં જ નજર ટકેલી રહી
સેન્ટ લુસિયા કિંગ્સ સામેની એ રોમાંચક મેચમાં શેફર્ડે માત્ર 34 બોલનો સામનો કર્યો હતો અને 73 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. મેચની 15 મી ઓવરમાં કંઈક એવું બન્યું જે ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. શેફર્ડની બેટિંગ એટલી નિર્દય હતી કે સ્ટેડિયમમાં હાજર હજારો ચાહકો સતત 2 મિનિટ સુધી આકાશ તરફ જ જોતા રહ્યા, કારણ કે મેદાનના દરેક ખૂણે સિક્સરનો વરસાદ થઈ રહ્યો હતો. બોલર ઓશેન થોમસ દબાણમાં એટલી ભૂલો કરી રહ્યો હતો કે તેને એક બોલ પૂરો કરવા માટે અનેક પ્રયત્નો કરવા પડ્યા હતા.
ગણિત સમજો : કેવી રીતે એક બોલ પર 22 રન બન્યા?
તમને પ્રશ્ન થતો હશે કે, એક બોલ પર મહત્તમ 6 રન મળે, તો 22 રન કેવી રીતે શક્ય છે? આ રેકોર્ડ ઓવરના ત્રીજા બોલ દરમિયાન બન્યો હતો. ઓશેન થોમસે ત્રીજો બોલ ફેંકવાની શરૂઆત કરી પણ તે સતત નો-બોલ અને વાઇડ ફેંકવા લાગ્યો.
પહેલો પ્રયત્ન : નો-બોલ (1 રન)
બીજો પ્રયત્ન : વાઇડ (1 રન)
ત્રીજો પ્રયત્ન : ફરીથી નો-બોલ અને શેફર્ડે તેના પર સિક્સર ફટકારી (1+6 = 7 રન)
ચોથો પ્રયત્ન : ફરી એક નો-બોલ અને શેફર્ડે ફરીથી સિક્સર મારી (1+6 = 7 રન)
પાંચમો પ્રયત્ન : આખરે કાયદેસરનો બોલ ફેંક્યો, જેના પર શેફર્ડે મધરાતે સૂરજ ઉગ્યો હોય તેમ 95 મીટર લાંબી ગગનચુંબી સિક્સર ફટકારી (6 રન).
આમ, 1+1+7+7+6 એમ મળીને એક જ કાયદેસરના બોલના ખાતામાં કુલ 22 રન નોંધાયા!
ના હોય...! એક જ બોલ પર 3 વિકેટ...: જાણો ક્રિકેટના મેદાન પર ક્યારે થયો હતો આ ચમત્કાર
IPL માં શેફર્ડનું પ્રદર્શન અને ભવિષ્ય
રોમારિયો શેફર્ડ માત્ર વિદેશી લીગમાં જ નહીં પણ IPL માં પણ પોતાનો સિક્કો જમાવી ચૂક્યો છે. તેના નામે IPL માં RCB તરફથી સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ છે, જે તેને ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના બોલરોની ધુલાઈ કરીને માત્ર 14 બોલમાં બનાવ્યો હતો. જોકે, IPL 2026 ની વર્તમાન સિઝનમાં તેનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. અત્યાર સુધી તેને 125.76 ના સ્ટ્રાઇક રેટથી 83 રન બનાવ્યા છે. પરંતુ ચાહકોને આશા છે કે આ 'ખૂંખાર' બેટ્સમેન ગમે ત્યારે ફરીથી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે.





