IPL Playoff Qualification Scenario: IPL 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને લીગ સ્ટેજની માત્ર ગણતરીની મેચો બાકી છે. હાલમાં 8 ટીમો પ્લેઓફની રેસમાં છે, પરંતુ દરેક ટીમ માટે ક્વોલિફાય થવાનો રસ્તો અલગ-અલગ છે.
ના હોય...! એક જ બોલ પર 3 વિકેટ... : જાણો ક્રિકેટના મેદાન પર ક્યારે થયો હતો આ ચમત્કાર
લીગ સ્ટેજની સ્થિતિ અને બહાર થયેલી ટીમો
IPL 2026 ના લીગ સ્ટેજમાં હવે દરેક ટીમને 2 થી 3 મેચો રમવાની બાકી છે. આ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) નું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે, જેના કારણે તેઓ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે. બાકીની અન્ય ટીમો હજુ પણ રેસમાં યથાવત છે. દરેક ટીમ માટે સમીકરણો નીચે મુજબ છે:
RCB, SRH અને GT: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સને પ્લેઓફમાં પોતાનું સ્થાન પાકું કરવા માટે બાકીની મેચોમાંથી ઓછામાં ઓછી એક જીત મેળવવી જરૂરી છે.
CSK અને RR સહિતની અન્ય ટીમો માટે શું તક છે?
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) એ અત્યાર સુધી 6-6 મેચોમાં જીત મેળવી છે. પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે આ ત્રણેય ટીમોએ તેમની બાકી રહેલી ત્રણ મેચોમાંથી ઓછામાં ઓછી બે મેચ જીતવી પડશે.
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને અન્ય:
અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળની KKR માટે પ્લેઓફની સફર થોડી મુશ્કેલ છે. તેમને બાકીની ચારેય મેચોમાં ફરજિયાત જીત મેળવવી પડશે. દિલ્હી કેપિટલ્સ (DC) પણ હજુ રેસમાં છે, પરંતુ તેમના ક્વોલિફાય થવાની સંભાવના માત્ર 0.5% જેટલી જ છે. હવે જોવાનું એ રહેશે કે અંતિમ મેચોમાં કઈ ટીમ બાજી મારે છે અને ટોપ-4 માં સ્થાન મેળવે છે!





