Mega Demolition Part-2: ફરી એકવાર ગેરકાયદે દબાણો પર ફરવાનું છે દાદાની સરકારનું બુલડોઝર. ફરી એકવાર વારો પડવાનો છે અમદાવાદના ચંડોળા તળાવ આસપાસના ગેરકાયદે દબાણોનો. આજે અમદાવાદના ચંડોળ તળાવ આસપાસ ઉભા કરાયેલાં ગેરકાયદે દબાણોને દૂર કરવા મેગા ડિમોલિશનનો પાર્ટ-2 શરૂ કરવામાં આવ્યો. જેના માટે વહેલી સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીં આવી પહોંચ્યાં છે. ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પત્તાના મહેલની માફત તંત્રના બુલડોઝર ગેરકાયદે દબાણો પર ફરી વળ્યાં છે.
અમદાવાદના ચંડોળામાં આજે મેગા ડિમોલિશન પાર્ટ-2ને લઈને સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા અગાઉથી જ તૈયારીઓ કરીને રાખવામાં આવી હતી. જે અંતર્ગત આજે તે તૈયારીઓને અમલમાં મુકવામાં આવશે. ખાસ કરીને આજે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણો ઉભા કરીને રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. મેગા ડિમોલિશન ફેઝ-2માં શહેરના ચંડોળા તળાવ આસપાસ ઉભા કરાયેલા ગેરકાયદે દબાણોની 2.50 લાખ ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવશે. 3 હજારથી વધુ પોલીસ જવાનો અને 25 એસઆરપી કંપની તહેનાતીમાં આ મેગા ડિમોલિશનનું ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે.
#WATCH | Ahmedabad, Gujarat | Drone visuals from Chandola area as the second phase of demolition begins to remove illegal encroachment from an area of more than 2.5 lakh square meters. pic.twitter.com/jYDkcygOle
— ANI (@ANI) May 20, 2025
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુંકે, કાયદો તોડનારા અને ગેરરીતિ કરીને ગેરકાયદે દબાણો ઉભા કરનારાને દાદાની સરકાર છોડશે નહીં. અમે કોઈપણ પ્રકારનું ગેરકાયદે દબાણ ચલાવી નહીં લઈએ. અમદાવાદ હોય કે રાજકોટ હોય રાજ્યના કોઈપણ ખૂણામાં ગેરકાયદે દબાણોને સાંખી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છેકે, આ પહેલાં ડિમોલિશન ફેઝ-1માં અમદાવાદના ચંડોળા ચળાવ આસપાસથી ઈતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરીને સરકારે બાંગ્લાદેશી ઘૂસણખોરેને ખદેડ્યા હતાં. તે સમયે અહીંનો આકા બનીને બેઠેલાં લલ્લા બિહારીને પણ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.






