Home Gujarat Today Is The Last Day Of This Scheme Of Vadodaracorporation

વડોદરા કોર્પોરેશનની આ યોજના આજે છેલ્લો દિવસ : શું તમે લાભ લીધો?

વડોદરા કોર્પોરેશનની આ યોજના આજે છેલ્લો દિવસ
Published by: OBS Bureau
Last Updated: May 23, 2025, 01:56 PM IST

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના એક મહિનો માટે તા.23 એપ્રિલથી તા.23 મે સુધી અમલમાં મૂકી હતી. જેનો આજે છેલ્લો દિવસ છે. આ યોજનામાં ગઈકાલ સુધીમાં કોર્પોરેશનને 135 કરોડની આવક થઈ હતી. લોકો આ યોજનાનો હજી વધુ લાભ લઈ શકે તે માટે તેની મુદતમાં વધારો કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ માહિતી
રેવન્યુ વિભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર આપી હતી.


આ યોજનામાં રહેણાક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ 10% અને કોમર્શિયલ મિલકતમાં 5 ટકા વળતર અપવામાં આવ્યું છે. ઘણા કરદાતાઓએ ઓનલાઈન વેરો ભરપાઈ કરીને રહેણાંક અને કોમર્શિયલમાં એક એક ટકો વધુ વળતરનો લાભ લીધો છે. મિલકત વેરાના અગાઉના વર્ષોની પાછલી બાકી રકમ એક સાથે ભરપાઈ કરે તો તેમાં પણ વળતર આપવામાં આવ્યું છે. વળતર મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણીકર, કન્ઝરવન્સી અને સુવેજ ટેક્સની રકમ પર અપાયું છે. શિક્ષણ, સફાઈ ચાર્જ અને એનવાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી. શહેરના અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. વર્ષ 2025-26 માં વેરાની આવકનો ટાર્ગેટ 807 કરોડનો મૂકવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now