રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસોથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિ એવી છે કે, મુંબઈ, દિલ્હી, બૈંગલોર, હૈદરાબાદ, ગોવા અને પુના જેવી વ્યસ્ત રૂટ પર પણ ફ્લાઈટમાં લગભગ 50 ટકા બેઠકો ખાલી રહી રહી છે. સામાન્ય રીતે ધમધમતું ટર્મિનલ હાલ સૂમસામ જણાઈ રહ્યું છે.
મુખ્ય બે કારણો જવાબદાર:
આ વૃદ્ધિમાં ઘટાડાનું મુખ્ય કારણ દર મહિને આવતા તહેવારોની ખોટ અને જાહેર રજાઓનો અભાવ છે. મુસાફરી માટે અનુકૂળ સમયગાળો ન હોવાથી યાત્રિકો સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રજાઓ દરમિયાન થતો પ્રવાસી ધસારો હાલ જોવા મળતો નથી.
પ્લેન દુર્ઘટનાનો લાગેલો ડર:
મુસાફરીમાં ઘટાડાનું બીજું અને મહત્વનું કારણ અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાને માનવામાં આવી રહ્યું છે. દુર્ઘટનાને પગલે યાત્રિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. લોકો હવે માત્ર અગત્યની જરૂરિયાત હોવા પર જ હવાઈ મુસાફરી પસંદ કરી રહ્યા છે. સામાન્ય પ્રવાસો માટે લોકો યાત્રા ટાળવાનું પસંદ કરી રહ્યા છે.
એરફેર સામાન્ય છતાં યાત્રિકોનો અભાવ:
તદ્દન સામાન્ય ભાડાં હોવા છતાં યાત્રિકોની સંખ્યા યથાવત રહી છે. સામાન્ય રીતે ટિકિટના ભાવે ફેરફાર થવાથી મુસાફરોમાં ઉલ્લેખનીય બદલાવ આવે છે, પરંતુ વર્તમાન સંજોગોમાં આવું કંઈ જોવા મળતું નથી.
વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાનો પડકાર:
હાલના સમયમાં એરલાઈન્સ કંપનીઓ અને એરપોર્ટ સત્તાવાળાઓ માટે મુસાફરોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવો અને તેમને ફરીથી હવાઈ મુસાફરી તરફ પ્રેરિત કરવો એ મોટો પડકાર બની રહ્યો છે. જોકે, આવનારા સમયમાં મુસાફરીનું મોજું ફરી વળે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ: કોંગ્રેસે જાહેર કર્યા 243 ઉમેદવારો




