Gujarat By Election: ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે. કડી અને વિસાવદર વિધાનસભાની ખાલી પડેલી બેઠકોને લઈને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારની જાહેરાત કરે તે પહેલાં આમ આદમી પાર્ટી પોતાના મુરતિયાઓને લઈને મેદાનમાં ઉતરી દઈ છે. થોડા દિવસો અગાઉ આમના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વિસાવદરથી પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે કડી વિધાનસભાથી જગદિશ ચાવડાના નામ પર આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ કડીમાં રમેશ ચાવડાના નામ પર મહોર મારી છે.
ગુજરાતની રાજકીય ગતિવિધિઓ ફરી એકવાર ગરમાઈ રહી છે કારણ કે કડી વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. આમ આદમી પાર્ટીએ આ બેઠક માટે પોતાનો ઉમેદવાર જાહેર કરી લીધો છે. પાર્ટી તરફથી જગદીશ ચાવડા ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું છે. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છેકે, “AAP કડી અને વિસાવદર બંને બેઠકો પર મજબૂતીથી ચૂંટણી લડશે અને વિજય હાંસલ કરશે.”
કોણ છે કડીના AAPના ઉમેદવાર જગદીશ ચાવડા?
પાર્ટીએ કડી તાલુકાના ખાવળ ગામના જગદીશભાઈ ચાવડાને ટિકિટ આપી છે. જગદીશભાઈ પાર્ટીના અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ છે.જગદીશભાઈ લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ રાષ્ટ્રીય દલિત મંચ સાથે પણ સક્રિય છે. વિદ્યાર્થીઓ, મહિલાઓ અને ખેડૂતોના હિતો માટે જન આંદોલનમાં અગ્રેસર રહ્યા છે.
કોણ-કોણ હશે AAPના સ્ટાર પ્રચારક?
પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે, જેમાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીથી મનીષ સિસોદિયા, આતિશી, સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા સહિત અનેક નેતાઓનો સમાવેશ થાય છે. કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ પણ પ્રચારમાં ઉતરશે.
બીજી તરફ ભાજપે કડીમાં મધ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરી ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઋષિકેશ પટેલ, નીતિન પટેલ અને જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના સીનિયર નેતાઓ હાજર રહ્યા હતા.કોંગ્રેસે કડી અને વિસાવદર બંને બેઠકો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી છે અને આવતીકાલે ઉમેદવારોના નામ જાહેર કરવાની સંભાવના છે. આ રીતે કડી વિધાનસભા બેઠક પર ત્રણેય મુખ્ય પક્ષો – ભાજપ, કોંગ્રેસ અને AAP – આમને સામે આવશે અને જનતા કોના પર વિશ્વાસ મૂકશે તે જોવું રસપ્રદ રહેશે.
"પાંચ વર્ષ કૌભાંડ કરનારા હવે ચૂંટણી આવતા 'સુંદરકાંડ' કરે છે": AAP પર વરાછાના ધારાસભ્યનો સીધો પ્રહાર






