અમદાવાદમાં શુક્રવારે મોડી રાત્રે 8 કરોડ રૂપિયાની લેતીદેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર 3 રાઉન્ડ ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં બે ગોળી બિલ્ડરને વાગી હતી જ્યારે એક ગોળી રાહદારીને વાગી હતી.
રાયખડ પોલીસ લાઇનમાં આવેલી શિફા રેસીડેન્સીમાં રહેતા શોજીનબાનુ પઠાણે કારંજ પોલીસ સ્ટેશનમાં ઝહૂરૂદ્દીન નાગોરી (રહે, રંગીલા પોળના નાકે, શાહપુર) વિરૂદ્ધ ફાયરિંગ તેમજ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. શોજીનબાનુના પતિ નાસીરખાન ઉર્ફે ખન્ના પઠાણ હાલ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને તેમનો ભાગીદાર ઝહરૂદ્દીન નાગોરી હતો. બન્નેએ વર્ષ 2018થી 2021 સુધી સાથે કામ કર્યુ હતું, પરંતુ રૂપિયાની લેતીદેતી મામલે તેમની ભાગીદારી છૂટી થઇ ગઇ હતી.નાસીરખાનને ધંધાના ઝહૂરૂદ્દીન પાસે રૂપિયા લેવાના નીકળતા હતા જેના કારણે અનેક વખત ઉઘરાણી કરતો હતો. ગઇકાલે નાસીરખાન ઘરની પાસે બેઠા હતા ત્યારે ઝહૂરૂદ્દીને તેમના પર ફાયરિંગ કર્યુ હતું. શોજીનબાનુ પર તેમના ભત્રીજા જમાઇનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ખન્ના ચાચાના ભાગીદાર ઝહૂરૂદ્દીન નાગોરીએ પિસ્તોલથી ગોળી મારી છે.
નાસીરખાનને સીધા હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યા તેમની હાલત નાજુક છે.નાસીરખાન અને ઝહૂરૂદ્દીન વચ્ચે રૂપિયાની લેતીદેતી મામલે બબાલ થઇ હતી, જેમાં ગઇકાલે ઝહૂરૂદ્દીને નાસીરખાન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. નાસીરખાનના શરીરમાં બે ગોળી વાગી હતી જ્યારે એક ગોળી ઉજેફ નામના રાહદારીને વાગી હતી. ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. કારંજ પોલીસ ઝહૂરૂદ્દીન વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026: આખરી મતદારયાદી પ્રસિદ્ધ, જાણો શું છે વિગતો






