રાજસ્થાનના અજમેરની હોટેલમાં લાગેલી ભીષણ આગમાં દુઃખદ સમચાાર ગુજરાત માટે પણ છે. અમરેલી જિલ્લામાંથી ગયેલા લાઠી શહેરના એકજ પરિવારના ત્રણ સભ્યોનાં કરૂણ મોત નિપજ્યું છે. આ દુર્ઘટનામાં પતિ, પત્ની અને પુત્રનું મૃત્યુ નિપજ્યું.
મૃતકોની ઓળખ લાઠી શહેરના પરિવાર તરીકે થઈ. અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર પરિવારની ઓળખ લાઠી શહેરના નુરાની પરિવારમાંથી થયેલી છે. મૃત્યુ પામનારા છે:
અલ્ફ્રેઝ હારૂનભાઈ નુરાની (પતિ)
શબનબેન નુરાની (પત્ની)
અરમાન નુરાની (પુત્ર, ઉ. વ. 3 વર્ષ)
ત્રણેય હોટલમાં રોકાયા હતા ત્યારે આગ લાગી હતી. દુર્ઘટનાની માહિતી મળતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને આજે લાઠી વતન લાવવામાં આવશે.
ફાયર બ્રિગેડને પહોંચવામાં અડધો કલાક
અજમેર પાલિકા અને ફાયર વિભાગની ટીમોને સ્થળ પર પહોંચવામાં અડધો કલાકનો સમય લાગી ગયો હતો. ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કેટલાક મહેમાનો પોતાનો જીવ બચાવવા માટે બારીઓમાંથી કૂદી પડ્યા હતા.
હોટેલમાં ભીષણ આગ, અફરા-તફરીનો માહોલ
લગભગ 8 વાગ્યે અજમેરના દિગ્ગી બજાર વિસ્તારમાં આવેલી ‘નાઝ હોટેલ’માં આગ વાગી હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આગ લાગતા પહેલા હોટલના એક રૂમના એર કન્ડીશનરમાં વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ આગ ઝડપથી ફેલાઈ હતી. થોડા જ સમયમાં આગ હોટલના પાંચમા માળ સુધી પહોંચતાં લોકોને બહાર નીકળવાનો સમય મળ્યો નહોતો.
અન્ય ઈજાગ્રસ્તોનો સારવાર હેઠળ દાખલ
આગમાં દાઝી ગયેલા અન્ય કેટલાક મહેમાનોને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક માતાએ તેના બાળકને જીવ બચાવવા બારીમાંથી ફેંકી દીધું હતું, જેને સામાન્ય ઈજાઓ થઈ છે.
કલેક્ટરે આપી વિગતો
અજમેર કલેક્ટર લોકબંધુના જણાવ્યા મુજબ, હોટલના તમામ માળની તપાસ કરી લેવાઈ છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને નાગરિક સંરક્ષણની ટીમો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





