Home Gujarat Three Drug Cases Filed In 3 Days 7arrested

ATS બાદ હવે SMCનો ડ્રગ્સ માફિયાઓ સામે જંગ : ૩ દિવસમાં ડ્રગ્સના 4 કેસ કરી 9 ની ધરપકડ કરી

ATS બાદ હવે SMCનો ડ્રગ્સ માફિયાઓ સામે જંગ
Published by: OBS Bureau
Last Updated: May 18, 2025, 11:44 AM IST

SMC પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન અમદાવાદના જુહાપુરા, મહેસાણા અને સુરત શહેરમાં ડ્રગ્સના ત્રણ જુદા જુદા કેસો કરી સાત આરોપીઓની ધરપકડ કરી ગાંજો તથા એમ.ડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડી ડ્રગ્સ માફિયાઓમાં ભયનો માહોલ સર્જી દીધો છે.


સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ડ્રગ્સ માફિયાઓ અને પેડલર્સ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો જોઈએ તો મહેસાણાના વડનગરમાં SMCએ દરોડો પાડી ૧૭ કિલો ૩૮૩ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડી બાબુશા ફકીર નામના ઇસમની ધરપકડ કરી છે.રૂપિયા ૧ લાખ ૭૩ હજાર ૮૩૦ના ગાંજા સહીત કુલ રૂપિયા ૨ લાખ 24 હજાર ૩૩૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.


અમદાવાદના વેજલપુર પોલીસ મથકની હદમાં આવેલ જૂહાપુરા ચાર રસ્તા નજીક યુનીક એપાર્ટમેન્ટમાં દરોડો પાડી SMCએ રૂપિયા ૭ લાખ 50 હજાર ૮૦૦ની કિંમતનો ૭૫.૦૮૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ૩ આરોપીઓની ધરપકડ કરી છે. કુલ 5 સામે ગુનો દાખલ કર્યો છે.બાકીના બેની શોધખોળ જારી છે.


ગુરુવારે SMC દ્વારા રૂપિયા ૯ લાખ ૮૩ હજાર ઉપરાંતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ૫૫ વર્ષીય રસીદખાન લુહાની, ૩૫ વર્ષીય જાવેદખાન કુરેશી અને ૨૧ વર્ષીય અસલમ સૈયદ પાસેથી રૂપિયા ૯ લાખ ૮૩ હજાર ૩૩૦ની કિંમત નો ૯૮.૩૩ ગ્રામ એમ ડી ડ્રગ્સ ના જથ્થા સહીત કુલ રુપીયા ૧૦ લાખ ૪૯ હજાર ૮૮૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.


ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના સીધા માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરી રહેલા SMCના વડા નિર્લિપ્ત રાય અને તેમની ટીમને આ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધની આ કાર્યવાહી બદલ અભિનંદન પાઠવ્યા છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાત સરકારના આ નિર્ણાયક પગલાં રાજ્યને ડ્રગ-મુક્ત બનાવવાના લક્ષ્યને વધુ વેગ આપે છે. રાજ્યમાં એક ગ્રામ ડ્રગ પણ ન મળવું જોઈએ. SMCની ટીમે સ્થાનિક પોલીસની નજરમાંથી ચૂકી ગયેલી ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ કર્યું છે. આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે.


નોંધનિય છે કે, અગાઉ SMC દારૂ, જુગાર અને ક્રિકેટ સટ્ટા જેવા કેસો પર કામ કરતું હતું. પરંતુ, SMCને અલગ પોલીસ સ્ટેશન તરીકે સ્થાપિત કરી ઓર્ગેનાઈઝ ક્રાઇમ પર નિયંત્રણ લાવવા ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ડ્રગ્સની હેરાફેરી પકડવાનો પણ સમાવેશ થાય છે. આ નિર્દેશને આધારે SMCએ ડ્રગ માફિયાઓ સુધી પહોંચવા માટે તપાસને વેગ આપ્યો છે, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.


એક વર્ષમાં 4.14 કરોડનું ડ્રગ્સ પકડ્યું, 25 ડ્રગ કાર્ટેલ અને પેડલર્સ ને જેલ હવાલે કર્યા

રાજ્યના યુવાઓને ડ્રગ્સની બદીથી બચાવવા માટે રાજ્ય સરકારે ડ્રગ્સ વિરુદ્ધ વ્યાપક જંગ છેડી છે. આ અભિયાન અંતર્ગત, જાન્યુઆરી 2025માં વિશેષ સત્તાઓ સાથે શરૂ થયેલા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) પોલીસ સ્ટેશન દ્વારા માત્ર ચાર મહિનામાં 12 મોટા NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ)ના કેસો શોધી કાઢવામાં આવ્યા છે. આ કેસોમાં 25 ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લેવામાં આવ્યા છે, જેમની પાસેથી કોકેઈન, MD, મેફેડ્રોન, ગાંજો અને ઓપિયમ આલ્કલોઈડ્સ જેવા રૂ. 4.14 કરોડની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં બે નાઈજિરિયન આરોપીઓનો પણ સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now