Home Gujarat Three Arrested Including Ministers Second Son In Multi Crorescam

દાહોદ મનરેગા કૌભાંડ : કરોડોના ગોટાળામાં મંત્રીના બીજા પુત્ર સહિત ત્રણની ધરપકડ

દાહોદ મનરેગા કૌભાંડ
Published by: OBS Bureau
Last Updated: May 19, 2025, 10:10 AM IST

દાહોદ જિલ્લામાં કરોડોના મનરેગા કૌભાંડ મામલે મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડ, દેવગઢબારીઆના એ.પી.ઓ. દિલીપ ચૌહાણ અને ધાનપુરના ડે.ટી.ડી.ઓ. રસીક રાઠવાને પોલીસે અટકાયતમાં લઈ લીધા છે.

ઉલ્લેખનીયછે કે, બે દિવસ પૂર્વે મંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડ અને પૂર્વ તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી.જેઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
71 કરોડથી વધુના ગોટાળાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસની કામગીરી મંથર ગતિએ ચાલતી હતી,પરંતુ આ વિવાદે રાજકીય સ્વરૂપ ધારણ કરતાજ તપાસ ગતિશીલ બની છે અને એક પછી એક મોટી ધરપકડો થઈ રહી છે. કૌભાંડમાં મંત્રી પુત્રો અને અધિકારીઓની સંડોવણીથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે.આગામી દિવસોમાં વધુ કેટલીક ચોંકાવનારી ધરપકડો થાય તેવી સંભાવના છે. સાથેજ કરોડો રૂપિયાના આ કૌભાંડ મામલે વધુ કેટલાક મોટા ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now