Home Gujarat Threat To Blow Up Surat Passport Office

બોર્ડની પરીક્ષા વચ્ચે સરકારી કચેરીઓને ઉડાવી દેવાની ધમકી : ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ-ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે

બોર્ડની પરીક્ષા વચ્ચે સરકારી કચેરીઓને ઉડાવી દેવાની ધમકી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 09:09 AM IST

રાજ્યમાં એક તરફ ધોરણ 10 અને 12 ની બોરડી પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં બોમ્બની ધમકીનો સિલસિલો ફરી શરૂ થઈ ગયો છે. આજે ભાવનગર, અમરેલી, સુરત સહિત રાજ્યના ઘણા શહેરોની પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે, સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. પોલીસ- ડોગ સ્કવોડ, બોમ્બ ડિસ્પોઝલ સહિત સુરક્ષા ટીમો ઘટના સ્થળે પહોંચીને સઘન તપાસ કરી રહી છે.

પાસપોર્ટ ઓફિસોને આવ્યો ઈમેલ

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ સાથે સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજપીપળા, ગીર-સોમનાથ, વલસાડ અને નવસારી સહિત અનેક શહેરોની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળી છે. જેને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ ધમકી ઓફિશિયલ ઈમેલ દ્વારા મળી હતી. માહિતી મળતા જ પરિસ્થતિને ધ્યાનમાં રાખીને પોલીસ અને ડોગ સ્કવોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી આવી અને ઓફિસ પરિસર ખાલી કરાવી સઘન તપાસ હાથ ધરી છે.

પોસ્ટ ઓફિસોને મળી ધમકી

સુરત પાસપોર્ટ ઓફિસ સાથે જ ભાવનગર, જામનગર, મહેસાણા, હિંમતનગર, અમરેલી, વલસાડ, ભુજ, પાલનપુર, ગોધરા, નવસારી, સુરેન્દ્રનગર સહિત અનેક હેડ પોસ્ટ અને પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
ગાંધીનગરની બોયઝ હોસ્ટેલને પણ ધમકી

સુરત, ભાવનગર, મહેસાણા, હિંમતનગર સહિત રાજ્યના અનેક શહેરોની પોસ્ટ, હેડ પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસોને બોમ્બની ધમકી મળ્યા બાદ હવે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આવેલી બોયઝ હોસ્ટેલને પણ બોમ્બની ધમકી મળી છે.
તંત્રમાં દોડધામ

મેઈલ મારફતે સરકારી કચેરીઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી છે. ફાયર ટીમ, બોમ્બ સ્ક્વોડ, સ્થાનિક પોલીસ સહિતની સુરક્ષા ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. સરકારી કચેરીઓ ખાલી કરાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે, હજુ સુધી કાઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now