Home Gujarat Threat To Blow Up 159 Schools Including Ahmedabad Airport Surat School

અમદાવાદ એરપોર્ટ-સુરતની સ્કૂલ સહિત 159 સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી : ઈમેલ મળતા તપાસ એજન્સીઓ એલર્ટ, પોલીસ કાફલો ઘટના સ્થળે

અમદાવાદ એરપોર્ટ-સુરતની સ્કૂલ સહિત 159 સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 22, 2025, 10:41 AM IST

રાજ્યમાં સ્કૂલોને ધમકી મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એકવાર એક સાથે ગુજરાત સહિત દેશની 159 સ્કૂલોને ધમકી ભર્યા મેઈલ મળતા ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટને ઇ મેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ બનીને તપાસ હાથ ધરી છે.

અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી

અમદાવાદ એરપોર્ટને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. એરપોર્ટ ઓથોરિટીને નનામી ઈ મેઈલ મળ્યો છે. જેના પગલે સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ પર તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

ગોઇન્કા સ્કૂલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

સુરતના વેસુ વિસ્તારમાં ગોઇન્કા સ્કૂલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે PI,ACP અને ડોક સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. સાથો સાથ સમગ્ર મામલે હાલ સ્કૂલ કોર્ડન કરી તપાસ હાથ ધરી છે.


159 સ્કૂલોને એકસાથે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુજરાત સહિત અનેક રાજયોમાં 159 સ્કૂલોને એકસાથે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલ મળ્યો છે. Outjacked50.@gmail.com નામના મેઈસ એડ્રેસથી મેઈલ મળ્યો છે. જે મેઈલ 12.59 કલાકે આવ્યો હતો. આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ પોલીસ એલર્ટ બનીને તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now