18 વર્ષ બાદ આજે 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ઐતિહાસિક ચુકાદો: સેસન્સ કોર્ટનો 38ને ફાંસી અને 11ને આજીવન કેદનો ચુકાદો યથાવત રાખી શકે છે ગુજરાત હાઈકોર્ટ


સુરત: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ, સુરત અને નવસારીમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સુરતમાં બપોરે ૪ વાગ્યા પછી માત્ર બે કલાકમાં જ ચાર ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક સોસાયટીઓ અને દુકાનોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. આ આકાશી આફત વચ્ચે સુરતના રાંદેર વિસ્તારમાં વીજકરંટ લાગવાથી બે યુવકોના અને અમરેલીના સરંભડા ગામે નદીમાં તણાવાથી એક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. રાજ્યમાં આજે સવારે ૬ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં કુલ ૯૮ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી ૩૯ તાલુકાઓમાં એક ઈંચથી વધુ પાણી પડ્યું છે. સૌથી વધુ આફત સુરત શહેર, વાપી અને પારડીમાં જોવા મળી છે, જ્યાં ચાર-ચાર ઈંચ વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે.



