ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે. ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો આ હુમલામાં ડઝનબંધ આતંકવાદીઓને મારીને લીધો છે. આ હુમલા બાદ ભારતમાં દરેક જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ તણાવ વચ્ચે હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી છે.
ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ભારતીય ક્રિકેટ જગતની સૌથી મોટી ટુર્નામેન્ટમાંની એક, IPL 2025 હાલમાં ચાલી રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઘણી IPL મેચો રમાઈ રહી છે. આ મેચો વચ્ચે, ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ને એક ધમકીભર્યો મેઇલ મળ્યો છે. આ મેલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલમાં લખ્યું છે કે 'અમે તમારા સ્ટેડિયમને ઉડાવી દઈશું'. આ ઇમેઇલ પાકિસ્તાનના નામે GCA ને આવ્યો છે.






