Home Business This Tata Stock Crashed Investors Panicked

ક્રેશ થયો TATAનો આ શેર : રોકાણકારો ઘભરાયા, તમે તો નથી કર્યુંને રોકાણ?

ક્રેશ થયો TATAનો આ શેર
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2025, 06:11 AM IST

ટાટા ગ્રુપની રિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડના શેરમાં શુક્રવારના રોજ વેપારના શરૂઆતમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. કંપની દ્વારા વાર્ષિક સામાન્ય સભા (AGM)માં આવક વૃદ્ધિ અંગે નરમ આગાહી કરાઈ હતી, જેના પગલે રોકાણકારો વચ્ચે નિરાશા જોવા મળી હતી. BSE પર કંપનીના શેરમાં 8.62 ટકા સુધીનો ઘટાડો થયો હતો અને શેરનું બંધ ભાવ ₹5653.00 નોંધાયું હતું, જે ગુરુવારના ₹6186.40ના ભાવથી ખૂબ ઓછું છે.

AGMમાં શું કહ્યું મેનેજમેન્ટે?
AGM દરમિયાન કંપનીના મેનેજમેન્ટે નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક માટે ફેશન સેગમેન્ટમાં માત્ર 20 ટકા આવક વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે છેલ્લાં પાંચ વર્ષોમાં કંપનીએ સરેરાશ 35 ટકા CAGRનો વિકાસ દર્શાવ્યો હતો. જો કે, ટ્રેન્ટે લાંબા ગાળામાં 25 ટકાથી વધુની આવક વૃદ્ધિની આશા વ્યક્ત કરી છે.

બ્રોકરેજ રેટિંગમાં પણ ઘટાડો
AGM બાદ, બ્રોકરેજ ફર્મ નુવામાએ FY26 અને FY27 માટે આવક અને નફા બંનેના અંદાજમાં ઘટાડો કર્યો છે:

આવક વૃદ્ધિ અંદાજમાં અનુક્રમે 5% અને 6%નો ઘટાડો

EBITDA અંદાજમાં અનુક્રમે 9% અને 12%નો ઘટાડો

નુવામાએ ટ્રેન્ટના શેર માટેનો લક્ષ્ય ભાવ ₹6627 થી ઘટાડીને ₹5884 કર્યો છે અને તેનું રેટિંગ ‘બાય’માંથી ‘હોલ્ડ’ પર લઈ આવ્યું છે.

મોર્ગન સ્ટેનલીનો company's future growth પર વિશ્વાસ યથાવત
બીજી તરફ, મોર્ગન સ્ટેનલીએ ટ્રેન્ટ પર તેનું ‘ઓવરવેઇટ’ રેટિંગ જાળવી રાખ્યું છે, અને લક્ષ્ય ભાવ ₹6359 રાખ્યો છે. બ્રોકરેજ મુજબ, આગામી પાંચ વર્ષ માટે કંપનીનો વિકાસ દર 25% થી 30% CAGR વચ્ચે રહી શકે છે.

એનાલિસ્ટ્સનું સંમિશ્ર મંતવ્ય
ટ્રેન્ટને આવરી લેતા 25 વિશ્લેષકોમાંથી 18એ ‘બાય’ રેટિંગ આપ્યું છે, જ્યારે 4એ ‘હોલ્ડ’ અને 3એ ‘સેલ’ની ભલામણ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now