Most Literate State of India: મિઝોરમે ભારતના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. હવે આ રાજ્ય 98.2% ના કુલ સાક્ષરતા દર સાથે દેશનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. આ સિદ્ધિ ભારત સરકારના સર્વ શિક્ષા અભિયાન અને ન્યુ ઇન્ડિયા સાક્ષરતા કાર્યક્રમના સખત મહેનત અને આયોજનબદ્ધ અમલીકરણનું પરિણામ છે.
સંપૂર્ણ સાક્ષરતાનો શું છે અર્થ?
ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની પહેલ ULLAS (Understanding Lifelong Learning for All in Society) અનુસાર જો કોઈ રાજ્યનો સાક્ષરતા દર 95% કે તેથી વધુ હોય તો જ તેને સંપૂર્ણ સાક્ષર ગણવામાં આવે છે. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) ના સામયિક શ્રમ બળ સર્વે (PLFS) અહેવાલ (જુલાઈ 2023 થી જૂન 2024) અનુસાર, મિઝોરમ આ માપદંડોને પૂર્ણ કરે છે.
- એકંદર સાક્ષરતા દર: ૯૮.૨%
- પુરુષોનું સાક્ષરતા: ૯૯.૨%
- મહિલાઓની સાક્ષરતા: ૯૭%
પહેલા આ સ્થાન કેરળ પાસે હતું, પરંતુ હવે મિઝોરમે તેને પાછળ છોડી દીધું છે.
સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતા રાજ્યો
PLFS 2023-24 (MoSPI) સર્વે મુજબ ભારતના કેટલાક રાજ્યોમાં સાક્ષરતા દર હજુ પણ ખૂબ ઓછો છે. આમાં, આંધ્રપ્રદેશ અને બિહાર સૌથી તળિયે છે. આંધ્રપ્રદેશનો કુલ સાક્ષરતા દર ૭૨.૬% અને બિહારનો ૭૪.૩% નોંધાયેલ છે. આ આંકડા શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોને જોડીને ગણતરી કરવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ અને બિહારને હજુ પણ આ દિશામાં ઘણા સુધારાની જરૂર છે. આ તફાવત રાજ્ય સ્તરે શિક્ષણની સ્થિતિને ઉજાગર કરે છે.






