Home Gujarat This Leader Spat On The Photo Of Trump And Shahbaz

ટ્રમ્પ અને શાહબાઝના ફોટોને લગાવી આગ : 'ટ્રમ્પને કોણે અધિકાર આપ્યો?'

ટ્રમ્પ અને શાહબાઝના ફોટોને લગાવી આગ
Published by: OBS Bureau
Last Updated: May 13, 2025, 04:28 PM IST

આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રદેશ પ્રવક્તા અને પ્રદેશના મહામંત્રી રાકેશ હીરપરાએ ટ્રમ્પ અને શાહબાઝના ફોટા પર થૂંકીને બંનેના ફોટો સળગાવ્યા.

પહેલગામમાં થયેલા આતંકી હુમલાથી સમગ્ર દેશ પીડામાં છે અને જ્યારે ભારતીય સેના આનો જડબાતોડ જવાબ આપી રહી હતી ત્યારે અચાનક થયેલા યુદ્ધવિરામથી સમગ્ર દેશ અચંબિત, પીડિત અને આક્રોશીત છે. સમગ્ર દેશવાસીઓ કોઈને કોઈ પ્રકારે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રદેશ પ્રવક્તા અને પ્રદેશના મહામંત્રી રાકેશ હીરપરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.

રાકેશ હિરપરાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ફોટા પર થૂંકીને ફોટો સળગાવ્યો અને ત્યારબાદ ટ્રમ્પ દ્વારા કરાયેલી ટીપ્પણી અંગે કડક શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો. રાકેશ હિરપરાએ જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને કોણે અધિકાર આપ્યો 140 કરોડ ભારતીયોના ભવિષ્યનો નિર્ણય કરવાનો ? અમેરિકા પાકિસ્તાન જેવા આતંકી અને ભિખારી દેશની તુલના ભારત જેવા સુસંસ્કૃત અને મહાન દેશ સાથે કેવી રીતે કરી શકે ? વિશ્વને માર્ગદર્શન આપતા ભારત જેવા મહાન દેશને શીખામણ આપવાનો અધિકાર અમેરિકાને કોણે આપ્યો ? મહાન ભારતીય સેના જયારે પાકિસ્તાનનો કચ્ચરઘાણ કાઢવા માટે સક્ષમ અને કટિબદ્ધ છે ત્યારે ટ્રમ્પ કોણ છે યુદ્ધવિરામ કરાવવાવાળો ? આવા અનેક સવાલો ઉઠાવીને રાકેશ હિરપરાએ અમેરિકા અને પાકિસ્તાનની મિલીભગત સામે આક્રોશ ઠાલવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now