Home Gujarat This Is How Enemy Countries Carry Out Cyber Attacks

દુશ્મન દેશ આ રીતે કરે છે સાયબર એટેક : સાયબર એટેકથી બચવા શું કરશો?

દુશ્મન દેશ આ રીતે કરે છે સાયબર એટેક
Published by: OBS Bureau
Last Updated: May 06, 2025, 04:55 PM IST

22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ અમે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર સાથે ખાસ વાત કરી તો જાણવા મળ્યું કે ભારતીય વેબસાઇટ્સ અને સિસ્ટમ્સ પર સાયબર હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે,અને છેલ્લાં કેટલાય વર્ષોથી DDOS અને DOS પ્રકારના સાયબર એટેક દુશ્મન દેશો વચ્ચેના સાયબર વૉર ફેરનો હિસ્સો બની ચૂક્યું છે,આ પ્રકારનો સાયબર એટેક મુખ્યત્વે કોઈપણ દેશની પ્રમુખ વેબસાઈટો પર જ કરવામાં આવે છે, જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ દેશના અર્થતંત્રની કમર તોડવા ,મહત્વનો ડેટા ચોરવા તેમજ જાહેર સેવાઓમાં ખલેલ પોંહચાડવાનો હોઈ શકે છે.

DDoS સાયબર એટેક શું છે ?

DDoS એટેકને ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઑફ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે દુનિયાની કોઈ વેબસાઈટ તેમજ એપ્લિકેશન પર DDoS એટેક કરવામાં આવે છે, તો તે વેબસાઈટ તેમજ એપ્લિકેશન ડાઉન થઈ જાય છે, જેના કારણે યુઝર તે વેબસાઈટની સેવાનો ઉપયોગ કરી શકતો નથી, તેમજ કોઈપણ વેબપેજ ને કે વેબસાઈટને પણ બ્રાઉઝ કરી શકતો નથી. અગત્યની વાત એ છે કે દુનિયાની બધી જ વેબસાઇટ્સ પર તે વેબસાઈટની મુલાકાત લેનારાઓની એક મર્યાદાને નિર્ધારિત કરેલી હોય છે , જેને ટેક્નિકલ ભાષામાં બેન્ડવિડ્થ તરીકે ઓળખવામાં આવે છે. બેન્ડવિડ્થ કેટલીક વેબસાઈટમાં ઓછી અને અમુકમાં વધુ સેટ કરેલી હોય છે, તે સેટ કરવા માટે જે તે વેબસાઈટ પર અલગ અલગ સમયગાળા દરમ્યાન કેટલા યુઝર વેબસાઈટની મુલાકાત લે છે, તે બાબતની સૌથી પહેલા જાણકારી મેળવવામાં આવે છે,અને પછી જ બેન્ડવિડ્થ સેટ થાય છે. ઉદાહરણ તરીકે કોઈ વેબસાઈટની બેન્ડવિડ્થ જો 1 સેકન્ડમાં 1000 વિઝિટર્સની નિર્ધારિત કરેલ હોય અને હેકર્સ તે વેબસાઈટ પર એકસાથે 1000થી વધુ ફેક રિક્વેસ્ટ જો સર્વરને મોકલે છે, તો તે વેબસાઈટ ત્વરિત ડાઉન થઈ જાય છે.

વધુમાં DDOS પ્રકારનો એટેક કરવા માટે, હેકર્સની ટીમ એક સાથે મળીને નકલી આઈ.પી એડ્રેસનું એક ગ્રુપ તૈયાર કરે છે, જેને ટેક્નિકલ ભાષામાં બોટનેટ તરીકે ઓળખાય છે. બોટનેટમાં તેઓ ઓટોમેટિવ સ્માર્ટ ઉપકરણોનો સમાવેશ કરે છે, જે પણ હેકરો દ્વારા જ બનાવવામાં આવે છે, ત્યારબાદ હેકરો દ્વારા યુઝરના કોઈપણ ઈન્ટરનેટ કનેક્ટેડ ઉપકરણ ને આવા બોટનેટ સાથે કનેક્ટ કરવામાં આવે છે , અને પછી બોટનેટની મદદથી હેકર્સ એક સમયે અનેક ફેક આઈ.પી. એડ્રેસ પરથી સર્વરને રિક્વેસ્ટ મોકલે છે, જેના કારણે વેબસાઈટ ડાઉન થઈ જાય છે.

DDOS પ્રકારના એટેકથી બચવા માટે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ ?

1 સતત નેટવર્ક મોનિટરિંગ :
વેબસાઈટ તરફ આવતાં નેટવર્ક ટ્રાફિકનું સતત નિરીક્ષણ કરવું એ શ્રેષ્ઠ પગલાં પૈકીનું એક પગલું છે. નિયમિત ઈન્ટરનેટ ટ્રાફિકની દેખરેખ રાખવાથી એ ફાયદો ચોક્કસ થશે કે વેબસાઈટની સેવા સંપૂર્ણપણે બંધ થઈ જાય તે પહેલાં હુમલાની ડિજિટલ ફૂટ પ્રિન્ટની પહેલાં જ ભાળ મળશે .ટ્રાફિકનું નિરીક્ષણ કરતી વેળાએ જયારે અસામાન્ય ડેટા ટ્રાફિક દેખાશે તો ત્વરિત પગલાં લઈ શકાશે ,પરિણામે વેબસાઈટ ડાઉન નહીં થઈ શકે.

2 ટેસ્ટ રન DoS એટેક :
ટેસ્ટ રન DoS એટેક થી તમે ખાતરી કરી શકો છો કે તમે હુમલા સામે તૈયાર છો કે નહીં , તેમજ દરેક સંસ્થાઓ માટે પેનિટ્રેશન પદ્ધતિઓ દ્વારા મૉકડ્રિલ યોજીને એટેક સામે રિસ્પોન્સ પ્લાન તૈયાર કરવો અત્યંત જરૂરી છે . આમ DOS તેમજ DDoS પ્રકારના હુમલાઓનું અનુકરણ કરવાથી વર્તમાન સ્થિતિ અને તેના નિવારણ માટે રીઅલ ટાઈમ વ્યૂહરચનાઓ બનાવવામાં મદદ મળે છે , જેથી જો ખરેખર હુમલો થાય તો તે જે તે સંસ્થાના ઘણા રૂપિયા અને ડેટાને બચાવી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now