અમદાવાદના મણિનગર વિસ્તારમાં સોનાના વેપારીના ત્યાં 5.47 લાખની મત્તા ચોરીનો મામલે મોટા સમાચાર આવ્યા છે. પોલીસે 150થી વધુ સીસીટીવીની તપાસ કરતાં આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના પગમાં ઓપરેશન બાદ રૂપિયાની મદદ ના મળતા ચોરીનો પ્લાન બનાવ્યો હતો.
સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો મણિનગરમાં રહેતા અને જ્વેલર્સનો ધંધો કરતા વેપારી પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં રાજસ્થાન ગયા હતા. ત્યારે ગત મંગળવારની રાત્રે તેમના મકાનમાં રસોડાની બારી તોડીને તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહિત માતાજીની મૂર્તિ, અને આઈફોન મોબાઈલ સહિત કુલ રૂ.5.47 લાખની મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે મણિનગર પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા મુખ્ય આરોપીને પગમાં ઓપરેશન કરાવ્યું હતું અને કામધંધો ના હોવાના કારણે આર્થિક કટોકટી સર્જાઈ હતી. તેથી આરોપીએ મિત્રો અને સગા સંબંધી પાસે રૂપિયાની મદદ માગી હતી પરંતુ કોઈએ મદદ ના કરતા આખરે ચોરીનો પ્લાન ઘડ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી. જ્યાં ઘટના સ્થળ પર પોલીસને એક શંકાસ્પદ રિક્ષા દેખાઈ આવી હતી. જેની તપાસ કરતા મણિનગરથી નારોલ સુધી રિક્ષા જતી હોય તેવું સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવ્યું હતું. મણિનગર પોલીસે રિક્ષા ચાલકના માલિક મુસ્તફા મુમતાઝ અલી શેખની પૂછપરછ કરતાં તેણે પોલીસ સમક્ષ વટાણા વેરી દેતા પોલીસે મોહસીન અનવરહુસૈન શેખ, સમીરખાન ઉર્ફે કાણા પઠાણ અને સરફરાજ ઉર્ફે દતુ અંસારીની ધરપકડ કરીને ચોરીનો તમામ મુદ્દામાલ રીકવર કર્યો છે. ત્યારે આરોપીની સઘન પૂછપરછ કરતા મુખ્ય આરોપી સમીરખાન ઉર્ફે કાણીયો પઠાણને પગમાં ઈજા થવાના કારણે સળીયો નાંખેલો હતો અને સંબંધી અને મિત્રો પાસે રૂપિયાની મદદ માંગી હતી પરંતુ કોઈએ મદદ નહી કરતા આખરે ઘરફોડ ચોરીનો પ્લાન ઘડી નાંખ્યો હતો.
જ્યારે સમિરખાન ઉર્ફે કાણો વિરુદ્ધ 14 ગુના અને બે વખત પાસાની સજા ભોગવી ચુક્યો છે. ત્યારે મુસ્તુફા ઉર્ફે ભજ્જી શેખ વિરુદ્ધ 8 ઘરફોડ ચોરીના ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે. જ્યારે મોહસીન શેખ વિરુદ્ધ 10 ઘરફોડ ચોરીના ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે અને સરફરાઝ ઉર્ફે દત્તુ અન્સારી પણ ખૂનની કોશિશ, લૂંટ અને ઘરફોડ ચોરીના 5 ગુનામાં અગાઉ પકડાયેલ છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





