Stamped In Goa Temple: ગોવાના એક હિન્દુ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ જાત્રા દરમિયાન ભાગદોડ મચી ગઈ. આ અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા અને 30થી વધુ લોકો ઘાયલ થયા. ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લેરાઈ 'જાત્રા' દરમિયાન આ અકસ્માત થયો. ઘાયલોને તાત્કાલિક માપુસાની મેડિકલ કોલેજ (GMC) અને ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ક્યારે બન્યો આ અકસ્માત
ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લેરાઈ 'જાત્રા' દરમિયાન એક હૃદયદ્રાવક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ત્રીસથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત શુક્રવારે રાત્રે થયો હતો. અચાનક ભાગદોડ મચી જવાને કારણે આ ભયાનક અકસ્માત થયો હતો.
મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત ઘટનાસ્થળે પહોંચ્યા
આ અકસ્માત ત્યારે થયો જ્યારે 'જાત્રા' દરમિયાન ઘણા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. અચાનક લોકોમાં અરાજકતા મચી ગઈ અને નાસભાગ મચી ગઈ. અકસ્માતની ગંભીરતા જોઈને ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મુખ્યમંત્રીએ ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલ અને બિચોલિમ હોસ્પિટલની મુલાકાત લીધી અને ઘાયલોને મળ્યા અને તેમને યોગ્ય સારવાર આપવાની ખાતરી આપી.
#ଦଳାଚକଟା; #୬_ମୃତ, #୩୦_ଗୁରୁତର
— ଓଟିଭି (@otvkhabar) May 3, 2025
-ଗୋଆ: ଧାର୍ମିକ ଯାତ୍ରାରେ ଦଳାଚକଟା; ୬ ମୃତ, ୩୦ ଗୁରୁତର
-ଗୋଆର ଶ୍ରୀଗାଓଁରେ ଶ୍ରୀଲୈରାଇ ଯାତ୍ରା ବେଳେ ଦଳାଚକଟା
-୩୦ରୁ ଅଧିକ ଗୁରୁତର ସ୍ଥାନୀୟ ମେଡିକାଲ୍ରେ ଭର୍ତ୍ତି
-ଯାତ୍ରାରେ ସାମିଲ ହୋଇଥିଲେ ହଜାର ହଜାର ଶ୍ରଦ୍ଧାଳୁ #Stampede #GoaTemple #Goa #OTV pic.twitter.com/CyBEhT9ONI
દર વર્ષે યોજાય છે આ યાત્રા
તમને જણાવી દઈએ કે શ્રી લૈરાઈ દેવી યાત્રા ગોવાના સૌથી અગ્રણી ધાર્મિક કાર્યક્રમોમાંની એક છે, જે દર વર્ષે મે મહિનાની શરૂઆતમાં શિરગાંવ ગામમાં આયોજિત થાય છે. આ યાત્રાનું મુખ્ય આકર્ષણ ભક્તો દ્વારા "ધોંડ" નામના સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા છે, જેને "હોમાકુંડ" કહેવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ પરંપરા દેવી લૈરાઈની અગ્નિ પરીક્ષાની વાર્તા સાથે જોડાયેલી છે. જેમાં ભક્તો તેમની શ્રદ્ધા અને તપસ્યા દર્શાવે છે. હજારો ભક્તો અને પ્રવાસીઓ આ કાર્યક્રમમાં ભાગ લે છે, જેના કારણે ભીડનું દબાણ વધે છે.






