Home Gujarat There Has Been A Significant Increase In Cold In Gujarat

ગુજરાતમાં ઠંડીનો ચમકારો : અમરેલી અને વડોદરા સૌથી ઠંડા શહેર, જાણો આગામી સાત દિવસ વાતાવરણ કેવું રહેશે?

ગુજરાતમાં ઠંડીનો ચમકારો
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2025, 05:44 AM IST

Gujarat Weather Update : ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે અને અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન ગગડતાં ગુલાબી ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં અમરેલી અને વડોદરામાં 16.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડા શહેર તરીકે નોંધાયા છે. ખાસ વાત એ છે કે આ વખતે નલિયા પણ આ શહેરોથી પાછળ રહી ગયું છે. નલિયામાં 24 કલાકમાં ગરમીનો પારો 2.6 ડિગ્રી ઊંચકાતાં, લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયેલું જોવા મળ્યું છે.

મહાનગરોમાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો

રાજ્યના કેટલાંક શહેરોમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં અંદાજે 2 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે. બીજી તરફ મહાનગરોમાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે સવાર-સાંજમાં ઠંડીનો અનુભવ વધુ તીવ્ર બન્યો છે.

આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે શિયાળાનો પ્રભાવ વધુ વધવાની શક્યતા છે. રાજ્યભરમાં વધતી ઠંડીથી સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
PM મોદીએ કર્યું અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ
વાવ-થરાદમાં વિકાસનો મહાઅધ્યાય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો!
Play Video
ચૈત્રી પૂનમના મેળામાં કરૂણ અકસ્માત!
બાપુનગરમાં જીગર કાઠીયાવાડીનો આતંક