Home Gujarat Theft Of Jewellery From Nri Womans Bus Solved

NRI મહિલાના બસમાંથી ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો : દાહોદની બે મહિલાઓ ઝડપાઈ, મુદ્દામાલ રિકવર કરાયો

NRI મહિલાના બસમાંથી ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 12:02 PM IST

અમેરિકાથી ગુજરાત આવેલા એક NRI મહિલાના કિંમતી ઘરેણાંની ચોરીનો ગુનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલીને મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરીને ચોરી કરનાર બે મહિલા આરોપીઓની ધરપકડ કરી છે અને ચોરાયેલ તમામ સોનાના દાગીના સુરક્ષિત રીતે પરત મેળવ્યા છે.

બસમાં મુસાફરી દરમિયાન તેમના ઘરેણાંની ચોરી થઈ હતી

મૂળ ભારતીય અને હાલ અમેરિકા સ્થિત સર્યુંબેન તેમના પરિવાર સાથે દાદા ભગવાનના સત્સંગમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા હતા. તેઓ પોતાના પૂર્વજોના વારસાગત અને ભાવનાત્મક રીતે જોડાયેલા સોનાના ઘરેણાં સાથે લાવ્યા હતા. આ ઘરેણાંમાંથી તેઓ પોતાના પુત્ર અને પુત્રવધૂ માટે નવા દાગીના બનાવડાવવા માટે ઝવેરી પાસે લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન અડાલજ ત્રિમંદિરથી બસમાં મુસાફરી દરમિયાન તેમના ઘરેણાંની ચોરી થઈ હતી. આ બાબતે સર્યુંબેન દ્વારા સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બે મહિલા આરોપીઓને ઝડપી પાડવામાં આવી

ઘરેણાં માત્ર કિંમતી જ નહીં પરંતુ ભાવનાત્મક રીતે પણ અત્યંત મહત્વના હોવાથી NRI પરિવાર ભારે દુઃખ અને નિરાશામાં હતો. ફરિયાદ મળતાની સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ બે મહિલા આરોપીઓને ઝડપી પાડવામાં આવી. પોલીસે તેમની પાસેથી ચોરાયેલ તમામ સોનાના દાગીના સુરક્ષિત રીતે જપ્ત કરી પરિવારને પરત સોંપ્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલી બંને મહિલાઓ દાહોદ વિસ્તારની રહેવાસી છે અને અમદાવાદમાં મજૂરી કામના બહાને આવી હતી. તેઓ ચોરી કરતી વખતે પોતાની સાથે નાના બાળકોને રાખતી, જેથી કોઈને તેમના પર શંકા ન જાય. ભીડભાડનો લાભ લઈને તેઓ સરળતાથી ચોરીને અંજામ આપતી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

આ મુદ્દામાલ રિકવર કર્યો

20 ગ્રામના સોનાના 5 સિક્કા

2.5 ગ્રામનો એક સોનાનો સિક્કો

આશરે 20 ગ્રામની એક સોનાની બંગડી

15 ગ્રામની આશરે રુદ્રાક્ષની મગમાળા

કુલ મળીને આશરે 137 ગ્રામ સોનું

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now