Home Gujarat Ahmedabad Ahmedabad Ice Gola Safety Tips Edible Ice Health Check

અમદાવાદમાં બરફના ગોળા ખાતા લોકો માટે મોટી ચેતવણી! : સફેદ દૂધ જેવો બરફ જોયો તો તરત છોડી દેજો, નહીંતર પસ્તાશો!

ice gola
Image Credit: pinterest
Published by: Suman Dabhi
Last Updated: May 07, 2026, 09:18 AM IST

Ahmedabad ice gola: ઉનાળાની ગરમીમાં ઠંડા બરફના ગોળાનો સ્વાદ અલગ જ હોય છે, પરંતુ આ આનંદ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી ન બને તે માટે અમદાવાદના આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે.

શાહપુર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમોએ બરફ ઉત્પાદન કરતા એકમો પર અચાનક દરોડા પાડ્યા છે. ઉનાળો શરૂ થતાંની સાથે જ ખાણીપીણીના એકમો પર તપાસની કામગીરી વેગવંતી કરવામાં આવી છે. શંકાસ્પદ ફેક્ટરીઓમાંથી બરફના સેમ્પલ લેવાઈ રહ્યા છે અને તેમની ગુણવત્તા લેબમાં તપાસવામાં આવશે.

એડિબલ અને નોન-એડિબલ બરફમાં કેવી રીતે ઓળખીશો?

બરફ બનાવતા વેપારી પ્રવીણ પટેલે આપેલી માહિતી મુજબ:

એડિબલ (ખાવાલાયક) બરફ: સ્પષ્ટ ક્રિસ્ટલ જેવો દેખાય છે. તેમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે જે પાણીને શુદ્ધ બનાવે છે.

કોમર્શિયલ/નોન-એડિબલ બરફ: દૂધ જેવો સફેદ રંગ હોય છે. આ સીધા કાચા પાણીમાંથી બને છે અને ખાવા માટે અનુકૂળ નથી.

તેથી ગોળા ખાતી વખતે જો બરફ સફેદ-ધોળો દેખાય તો તરત સાવધાન થઈ જવું જોઈએ. હંમેશા એડિબલ બરફ જ બનાવતી પ્રમાણિત ફેક્ટરી અથવા વેપારી પાસેથી જ ખરીદવો.

અમદાવાદમાં પાણી કાપ અંગે આવ્યા રાહતના સમાચાર: AMCએ કરી વૈકલ્પિક વ્યવસ્થા, 50 MLD પાણીની જ પડશે ઘટ

આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે?

ઝોનલ મેડિકલ ઓફિસર ડો. વૈભવ પટેલે જણાવ્યું કે, ટીમો ક્લોરોસ્કોપની મદદથી બરફ બનાવવા માટે વપરાતા પાણીમાં ક્લોરીનની માત્રા તપાસી રહી છે. અત્યાર સુધી કોઈ એકમમાં ખરાબ ગુણવત્તાનો બરફ મળ્યો નથી, પરંતુ તપાસ સતત ચાલુ રહેશે.

સલાહ: ગરમીમાં બરફના ગોળાનો આનંદ લો, પરંતુ આંખો ખુલ્લી રાખીને. સ્વાસ્થ્ય કરતાં કોઈ સ્વાદ વધારે મહત્વનો નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now