રાજકોટ જામનગર હાઇવે રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપ ની પાછળ રાધે ઇન્ડસ્ટ્રીઝ એરીયા-1 એકમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જે ઇન્ડસ્ટ્રીઝમાં કેડેન્સ સોલાર,ગેબરીયલ સ્ટેપ્સ,ધ પ્લાસ્ટિક,મલ્ટી એલ્યુમિનિયમ,સ્ટાર ટેક્ષકોન,કે.બી મેન્યુફેકચસૅ, પ્રિઝમ મલ્ટીપેક જેવી ઇન્ડસ્ટ્રીઝ જોનનો સમાવેશ થાય છે.
જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝની લેબર કોલોનીમાં તારીખ 13-5-2025 મંગળવારના રોજ મોબાઈલ રોકડ રૂપિયા ચાંદીના ઘરેણા તેમજ અન્ય ચીજ વસ્તુઓની ચોરી થયેલ છે જેની કુલ કિંમત આશરે નવ થી દસ લાખ રૂપિયા જેવી છે જેની વધુ કિંમત પણ હોઈ શકે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી થયેલ છે.
અજાણ્યા શંકાસ્પદ સીસીટીવી માં કેદ થયેલ છે જેનો સીસીટીવી ફૂટેજ પણ છે તમામ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પડધરી પોલીસ ને અરજી આપી તાત્કાલિક ધોરણે આવા ચોર ને પકડીને કડકમાં કડક સજા કરે એવી તમામ લોકોની માંગ છે.
તારીખ 13.5.2025 ના રોજ આ ચોરી થયેલ છે હજી સુધી પડધરી પોલીસ આવા ચોર ગઢિયા ને પકડી શકી નથી લોકોમાં એક જ સવાલ ક્યારે આવા ચોર લોકોને પોલીસ પકડશે..
વડોદરામાં કોંગ્રેસનો ‘ચૂંટણી ઢંઢેરો’ જાહેર: ખાડા મુક્ત રસ્તા, શુદ્ધ પાણી અને કરવેરામાં રાહતના વચનો સાથે મતદારોને આકર્ષવાનો પ્રયાસ






