Home Gujarat The Youth Filed A Complaint Against The Three Men Atthe Vatwa Police Station

'મારી મેટરમાં વચ્ચે પડીશ તો જાનથી મારી નાખીશ' : વટવામાં તારો ભાઇ રૂપિયા આપતો નથી કહીને ત્રણ શખ્સોએ યુવકને દંડાથી ઢોર માર મારી ફેક્ચર કર્યુ

'મારી મેટરમાં વચ્ચે પડીશ તો જાનથી મારી નાખીશ'
Published by: OBS Bureau
Last Updated: Jun 03, 2025, 02:02 PM IST

અમદાવાદ: વટવામાં તારો ભાઇ રૂપિયા આપતો નથી કહીને ત્રણ શખ્સોએ દંડાથી યુવકને ફટકારીને ફેક્ચર કરી નાખ્યુ હતુ. તેમજ મારી મેટરમાં વચ્ચે પડીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને જતા રહ્યા હતા. આ અંગે યુવકે ત્રણેય શખ્સો સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

ઘોડાસરમાં રહેતા મયુરસિંહ ચુડાસમા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 31મેએ સાંજના સમયે તેમનો ભાઇ ક્રિષ્નરાજસિંહ મયુરસિંહની કાર લઇને ગયો હતો. ત્યારે સેવન્થ-ડે સ્કુલ પાસે પહોચ્યો ત્યારે હિત સાથે ઉભો હતો. બાદમાં ક્રિષ્નરાજસિંહે મયુરસિંહને ફોન કરીને બોલાવ્યો હતો. જેથી તે ત્યાં પહોચ્યા ત્યારે લોકો ઉભા હતા. જેમાં હિતે મયુરસિંહને મારે તારા ભાઇ પાસેથી રૂપિયા લેવાના છે પરંતુ આપતો નથી જેથી તારી કાર જમા કરાવી દે. જેથી મયુરસિંહે આપવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં બંને ભાઇઓ ઘરે આવી ગયા હતા. બાદમાં સાંજના સમયે મયુરસિંહ એક્સેસ લઇને જોગર્સ પાર્ક પાસેથી જઇ રહ્યા હતા.

તે સમયે હિત, મહેશ અને અજાણ્યો શખ્સ કાર લઇને આવ્યા હતા. જેથી મયુરસિંહ તેમને જોઇને ભાગીને પાન પાર્લરમાં જતો રહ્યો હતો. ત્યારે ત્રણેય શખ્સોએ દંડા સાથે પાર્લરમાં ઘૂસીને મયુરસિંહને દંડાથી ઢોર માર માર્યો હતો. તેમજ તારો ભાઇ રૂપિયા આપતો નથી તને જીવતો જવા દઉ છું મારી મેટરમાં વચ્ચે પડીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણેય જતા રહ્યા હતા. ત્યારે ઇજાગ્રસ્ત મયુરસિંહને સારવારઅર્થે હોસ્પિટલ લઇ જતા બે ફેક્ચર થયા હતા. આ અંગે મયુરસિંહે ત્રણેય શખ્સો સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now