Home Gujarat The Whali Dikari Schememakes The Motto Of Beti Bachao Beti Padhao A Reality

ગુજરાત સરકાર દીકરીને આપે છે રૂપિયા : 2.84 લાખથી વધુ દીકરીઓએ આ યોજનાનો લીધો લાભ, જાણો કોને મળશે લાભ

ગુજરાત સરકાર દીકરીને આપે છે રૂપિયા
Published by: OBS Bureau
Last Updated: Mar 28, 2025, 01:49 PM IST

Gujarat Government: ગુજરાત વિધાનસભા ગૃહમાં વ્હાલી દીકરી યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વ્હાલી દીકરી યોજના એ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરતી યોજના છે. આ યોજના હેઠળ રાજ્યની ૨.૮૪ લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે.

મંત્રી પાનસેરીયાએ ઉમેર્યું હતું કે વ્હાલી દીકરી યોજના હેઠળ સહાય આપવા માટે છેલ્લાં પાંચ વર્ષમાં કુલ રૂ. ૭૪૩.૪૭ કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૪૧,૮૪૩ દીકરીઓની સહાય મંજૂર કરવામાં આવી છે.

આ સંદર્ભે છેલ્લાં એક વર્ષમાં મેહસાણા જિલ્લામાં ૧,૭૩૩ અરજી, આણંદ જિલ્લામાં ૨,૦૮૪ અને પાટણ જિલ્લામાં ૧,૧૦૮ અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now