Home Gujarat The Pathway With Facilities Will Be Ready Next Year In Vadnagar

વડનગરમાં બનશે સ્પેશિયલ પાથવે : 1 કિમીના પાથવેમાં અનેક આકર્ષણો

વડનગરમાં બનશે સ્પેશિયલ પાથવે
Published by: OBS Bureau
Last Updated: Apr 28, 2025, 04:32 AM IST

વડનગર શહેર માટે એક મોટી ભેટ મળવા જઈ રહી છે. હાટકેશ્વર મહાદેવ મંદિરથી દયાશ્વર મહાદેવ મંદિર (અર્જુનબારી દરવાજા) સુધી અંદાજે 14 કરોડના ખર્ચે 1 કિમી લાંબો સુંદર પાથવે તૈયાર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં પાથવેનું નિર્માણ પૂર્ણ થયા બાદ, પર્યટકો રેલવે સ્ટેશન પર ઊતરીને હાટકેશ્વર મહાદેવના દર્શન કરી શકશે અને આગળ ઋષિઆરો, કિર્તીતોરણ તથા શર્મિષ્ઠા સરોવર સુધી સહેલાઈથી જઈ શકશે.

પાથવેના મુખ્ય આકર્ષણો
પ્રવેશ દ્વાર: નદીઓળ દરવાજેથી પ્રવેશ.

પાથવે: 1 કિમી લાંબો સુંદર માર્ગ.

પગથિયા: ખાસ ડિઝાઇન કરાયેલાં પગથિયાંથી પાથવે પર પ્રવેશ કરી શકાય.

બગીચો અને પાર્કિંગ વિસ્તાર: હરિયાળું બગીચો અને સુવિધાજનક પાર્કિંગ વ્યવસ્થા.

બેઠક વ્યવસ્થા: વિરામ માટે માર્ગના વિવિધ સ્થળોએ બેઠકોની વ્યવસ્થા.

વૃક્ષોની ઠંડક નીચે આરામ માટે બેઠક વ્યવસ્થાઓ

ધ્યાન કેન્દ્ર માટે મેદાન: શાંતિપૂર્ણ ધ્યાન માટે વિશિષ્ટ ગ્રાઉન્ડ બનાવાશે.

પેવિલિયન અને શૌચાલય સુવિધાઓ: પ્રવાસીઓ માટે પેવિલિયન અને ટોયલેટની સગવડ.

બાળકો માટે રમણીય વિસ્તાર: બાળકો માટે વિશિષ્ટ પ્લે એરિયા વિકસાવવામાં આવશે.

શર્મિષ્ઠા લેક સાથે સીધું જોડાણ: પાથવે શર્મિષ્ઠા સરોવર સાથે જોડાશે, જે પર્યટકો માટે વિશેષ આકર્ષણ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now