Home Sports The Only Indian Player To Score A Century On Independence Day

Independence Day ના દિવસે એકમાત્ર ભારતીય ખેલાડીએ શતક ફટકાર્યો : જાણો આ મેચ ક્યાં અને કઈ ટીમ સામે રમાઈ હતી

Independence Day ના દિવસે એકમાત્ર ભારતીય ખેલાડીએ શતક ફટકાર્યો
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 08:14 AM IST

આજે આખો ભારત દેશ સ્વતંત્રતાના રંગમાં રંગાયેલો છે. દેશવાસીઓ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે. ક્રિકેટરો પણ આજે સ્વતંત્રતાના રંગમાં રંગાયેલા છે. આ વાત ખુબ ઓછા લોકો જાણે છે કે, સ્વતંત્રતાના આ દિવસે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન આ શાનદાર શતક ફટકાર્યો હતો. ટીમ ઈન્ડિયા તે મેચમાં શાનદાર જીત હાસલ કરી હતી. જાણો આ કયો ભારતીય ખેલાડીએ શતક ફટકાર્યો અને કેવી રીતે ભારતીય ટીમે જીત હાસલ કરી?

આ મેચ ક્યાં અને કઈ ટીમ સામે રમાઈ હતી?

2019 માં, ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર હતી. 14 ઓગસ્ટના રોજ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે સિરીઝની ત્રીજી ODI મેચ રમાઈ હતી. જોકે આ મેચ 14 ઓગસ્ટે શરૂ થઈ હતી, પરંતુ ભારતીય સમય મુજબ, મેચ બીજા દિવસે એટલે કે 15 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ હતી. ભારત અને વેસ્ટ ઇન્ડીઝના સમય વચ્ચે ગણો તફાવત છે. વરસાદને કારણે, મેચમાં ઓવર ઓછી કરવામાં આવી હતી. પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી આ મેચમાં રમાઈ હતી.

મેચની સ્થિતિ કેવી હતી?

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 35 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ક્રિસ ગેલે 41 બોલમાં 71 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત એવિન લુઈસે 29 બોલમાં 43 રન અને નિકોલસ પૂરને 16 બોલમાં 30 રન ફટકાર્યા હતા. આ પછી, ટીમ ઈન્ડિયાને ડકવર્થ લુઈસ હેઠળ 35 ઓવરમાં 255 રનનો લક્ષ્ય મળ્યો હતો.

જાણો ક્યાં ભારતીય ખેલાડીએ શતક ફટકાર્યું હતું?

ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા 32.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી અને 99 બોલમાં 114 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 14 ચોગ્ગા સામેલ હતા. વિરાટ કોહલી સિવાય શ્રેયસ ઐયરે મેચમાં શાનદાર બેટિંગ કરી અને 41 બોલમાં 65 રન ફટકાર્યા હતા. આ સિવાય શિખર ધવને 36 રન બનાવીને ટીમ ઈન્ડિયાએ આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. વિરાટ કોહલીને તેના શાનદાર પ્રદર્શનને કારણે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now