Home Gujarat The Issue Of Violation Of The Constitution Of The Thakor Community In Banaskantha

બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણના ભંગનો મુદ્દો : ઝાબડિયામાં નીકળ્યો DJ-વરઘોડો, સમાજ થયો 'લાલઘૂમ'!

બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણના ભંગનો મુદ્દો
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 03, 2026, 12:41 PM IST

બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણને લઈને વિવાદ ઊભો થયો છે. ડીસા તાલુકાના ઝાબડિયા ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન સમાજના બંધારણના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થતાં સમગ્ર ઠાકોર સમાજમાં ભારે રોષ અને ચર્ચા જાગી છે.

બંધારણનો ભંગ થયાનો આક્ષેપ સાથે સમાજમાં રોષ

ઝાબડિયા ગામમાં સિંગર ગબ્બર ઠાકોરના કાકાના દીકરાના લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લાઈવ ડીજે સાથે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ લગ્ન પ્રસંગમાં સિંગર ગબ્બર ઠાકોર, તેમના ભાઈ સિંગર અર્જુન ઠાકોર સહિત ઠાકોર સમાજના અનેક લોકો હાજર રહ્યા હતા. જોકે સમાજના બંધારણ મુજબ લગ્નમાં ડીજે અને ભવ્ય વરઘોડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં તેનું પાલન ન થતાં બંધારણનો ભંગ થયો હોવાનું સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે.

સમાજના લોકોમાં ભારે રોષ

તાજેતરમાં ઓગડ મુકામે ઠાકોર સમાજના લાખો લોકોની હાજરીમાં સમાજનું બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું. સમાજમાં વધતા સામાજિક દૂષણો દૂર કરવા માટે આ બંધારણને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે ઝાબડિયા ગામની ઘટનાએ સમાજના બંધારણના અનાદરનો મુદ્દો ઊભો કર્યો છે. આ ઘટનાને પગલે ઠાકોર સમાજના આગેવાનો અને સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં “કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરેલા છે, કોઈએ એમને સપોર્ટ ન કરવો” જેવી પોસ્ટો વાયરલ થઈ રહી છે, જેના કારણે મામલો વધુ ગરમાયો છે.

મંત્રી સ્વરૂપજી ઠાકોરે બંધારણ પાલન કરી મિસાલ પૂરી પાડી!

બીજી તરફ મંત્રી સ્વરૂપજી ઠાકોરે સમાજના બંધારણનું પાલન કરી પોતાના પરિવારમાં સાદગીપૂર્ણ લગ્ન યોજી સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સમાજના આગેવાનો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બંધારણ તોડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીતિ-નિયમો મુજબ યોગ્ય નિર્ણય લઈ કડક દાખલો બેસાડવાની વાત

આ મુદ્દે આવતીકાલે ઝાબડિયા ગામે ઠાકોર સમાજના આગેવાનો એકત્ર થવાના છે. સમાજના નીતિ-નિયમો મુજબ યોગ્ય નિર્ણય લઈ કડક દાખલો બેસાડવાની વાત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાએ ઠાકોર સમાજની એકતા, શિસ્ત અને બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સામે લાવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર