Home Gujarat Surat Dr Jayram Gamit Heart Attack Surat Maitri Hospital Surgery Successful

ગુજરાતના ઉદ્યોગ મંત્રી ડૉ. જયરામ ગામીતને હાર્ટ અટેક : સુરતની મૈત્રી હોસ્પિટલમાં સફળ સર્જરી, હાલત સ્થિર

Surat News
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2026, 03:38 PM IST

Surat News: ગુજરાતના રાજકારણમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ઉદ્યોગ મંત્રી ડૉ. જયરામ ગામીતને અચાનક હાર્ટ અટેક આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ સુરતની જાણીતી મૈત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

છાતીમાં તીવ્ર દુખાવો ઉપડતાં હોસ્પિટલ ખસેડાયા

મળતી માહિતી મુજબ, ડૉ. જયરામ ગામીતને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તબિયત લથડતાં જ તેમના પરિવારજનો અને સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારની સમય બગાડ્યા વિના તેમને તાત્કાલિક સુરતની મૈત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની ટીમે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી હતી.

હાર્ટ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન

મૈત્રી હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ અને નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા ડૉ. ગામીતની સ્થિતિ તપાસીને તાત્કાલિક હાર્ટ સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો. હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, તેમની હાર્ટ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન થઈ ગઈ છે.

હોસ્પિટલ બુલેટિન: "સર્જરી સફળ રહી છે. ઓપરેશન બાદ હાલમાં મંત્રીશ્રીને ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં રાખવામાં આવ્યા છે, જ્યાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમની સઘન દેખરેખ (Observation) રાખવામાં આવી રહી છે. હાલ તેમની તબિયત સ્થિર છે."

સમર્થકો અને શુભેચ્છકોમાં ચિંતાનો માહોલ

ડૉ. જયરામ ગામીતને હાર્ટ અટેક આવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ તેમના સમર્થકો, પક્ષના કાર્યકરો અને શુભેચ્છકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સોશિયલ મીડિયાથી લઈને વિવિધ સ્થળોએ લોકો તેમના વહેલી તકે સ્વસ્થ થવાની અને દીર્ઘાયુની પ્રાર્થના કરી રહ્યા છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now